જ્યાં શૌચાલય સામાન્ય રીતે ઘરનો નિત્ય ઉપયોગનો ભાગ હોય છે, ત્યાં વિશ્વમાં એક એવું શૌચાલય છે જેની કિંમત સાંભળતા જ આશ્ચર્ય પમાડે. શુદ્ધ સોનાથી બનાવાયેલા આ વિશેષ શૌચાલયની કિંમત એટલી ઊંચી છે કે ઘણા દેશોના વૈભવી બંગલાઓ અને ખાનગી જેટની કિંમતને પણ પાછળ મૂકી દે. આ દુર્લભ શૌચાલય હવે હરાજીમાં ઉપલબ્ધ હોવાથી વિશ્વભરના સંગ્રાહકોમાં ભારે રસ ઉઠ્યો છે.
'અમેરિકા' નામનો કમોડ, કિંમત આશરે 88 કરોડ રૂપિયા
આ સોનાના કમોડનું નામ અમેરિકા છે. પ્રખ્યાત ઇટાલિયન કલાકાર મૌરીઝિયો કેટેલન દ્વારા બનાવાયેલ આ કૃતિ 18 કેરેટ સોનાથી તૈયાર કરવામાં આવી છે. તેનું વજન અંદાજે 101.2 કિલોગ્રામ છે.
આ હરાજી માટે શરૂઆતની બોલી 10 million dollar રાખવામાં આવી છે, જે ભારતીય ચલણમાં આશરે 88 crore rupee જેટલી બને છે. 8 Novemberથી શરૂ થયેલી હરાજીમાં ઘણા ધનિક લોકો આ અનોખી વસ્તુ મેળવવા માટે સ્પર્ધા કરી રહ્યા છે.
સોનાનું આ શૌચાલય સંપૂર્ણપણે કાર્યરત
ઘણી આર્ટવર્ક્સ માત્ર પ્રદર્શન માટે બનાવવામાં આવે છે, પરંતુ અમેરિકાનું સોનાનું આ શૌચાલય સંપૂર્ણ રીતે ઉપયોગ કરી શકાય તેવી સ્થિતિમાં છે. ન્યુ યોર્ક સ્થિત હરાજી ગૃહ સોથેબીઝે તેને એવી કૃતિ તરીકે રજૂ કરી છે જે વૈભવી વસ્તુ અને દૈનિક જરૂરિયાત વચ્ચેની રેખાને પ્રશ્ન કરે છે. કલાકારે આ કૃતિને સંપત્તિ, શક્તિ અને અસમાનતા પર લાગુ પડતા વ્યંગ તરીકે રજૂ કર્યું છે.
ચોરીની ઘટનાઓને લઈને પણ ચર્ચામાં
આ શૌચાલયનો ઉલ્લેખ માત્ર તેની કિંમત માટે જ નથી થતો. 2019માં ઇંગ્લેન્ડના બ્લેનહેમ પેલેસમાંથી સોનાનું કાર્યરત શૌચાલય ચોરી જતા તેની ચર્ચા દુનિયાભરમાં થઈ હતી. હાલ હરાજીમાં મૂકાયેલું આ શૌચાલય રચનામાં તે જ જેવું હોવાથી લોકોનું કૌતુક વધુ વધ્યું છે. આ પ્રકારની અનોખી અને કિંમતી વસ્તુ ફરી બજારમાં આવ્યા પછી તેના ઇતિહાસ અને મૂલ્યને લઈને ચર્ચા ફરી જાગી છે.




















