પાકિસ્તાનના ઓટોમોબાઈલ બજારમાં ભારતીય અને જાપાની કંપનીઓની કારનું વચશન સૌથી વધારે છે. ખાસ કરીને કોમ્પેક્ટ કાર અને સેમી-લક્ઝરી મોડેલ્સ ગ્રાહકોમાં ભારે લોકપ્રિય છે. આ કાર પોસાય તેવી કિંમતો, વિશ્વસનીય પ્રદર્શન અને ઉત્તમ માઇલેજ માટે જાણીતી છે.
સૌથી વધુ વેચાતી કારની યાદી
સુઝુકી અલ્ટો
સુઝુકી અલ્ટો પાકિસ્તાનમાં સૌથી લોકપ્રિય કાર છે. તેની કોમ્પેક્ટ ડિઝાઇન અને ઉત્તમ માઇલેજ ગ્રાહકોને આકર્ષે છે. પાકિસ્તાનમાં વેચાતું અલ્ટો મોડેલ ભારતીય વર્ઝન કરતાં સુવિધાઓમાં થોડું અલગ છે.
કિંમત: 29,94,861 પાકિસ્તાની રૂપિયા
સુઝુકી સ્વિફ્ટ
લાંબા સમયથી લોકપ્રિય સ્વિફ્ટ સ્ટાઇલિશ લૂક અને આરામદાયક ઇન્ટિરિયર માટે જાણીતી છે. પાકિસ્તાનમાં તેની માંગ સતત વધી રહી છે.
કિંમત: 44,60,160 પાકિસ્તાની રૂપિયા
સુઝુકી બોલાન
મધ્યમ વર્ગના પરિવારો અને નાના વ્યવસાયો માટે સુઝુકી બોલાન (ભારતમાં મારુતિ ઓમ્ની સમાન) ખૂબ ઉપયોગી છે. મજબૂતાઈ અને વિશ્વસનીયતા માટે જાણીતી છે.
કિંમત: 2.2 મિલિયન પાકિસ્તાની રૂપિયા (શરૂઆત)
ટોયોટા કોરોલા
કોરોલા પાકિસ્તાનની સૌથી લોકપ્રિય સેડાન છે. તેની ટકાઉ ડિઝાઇન, આરામદાયક સવારી અને ઓછી જાળવણી ખર્ચ તેને ગ્રાહકોમાં ટોચની પસંદગી બનાવે છે.
કિંમત: 6.119 મિલિયન પાકિસ્તાની રૂપિયા
હોન્ડા સિટી
યુવાનો અને ઓફિસ જનારા વ્યાવસાયિકોમાં સૌથી પ્રિય હોન્ડા સિટી છે. તેની પ્રીમિયમ સુવિધાઓ અને આકર્ષક ડિઝાઇનને કારણે બજારમાં ખાસ માંગ છે.
કિંમત: 4.737 મિલિયન પાકિસ્તાની રૂપિયા
ગ્રાહકોની પસંદગી
પાકિસ્તાનમાં મોટાભાગના ખરીદદારો સુઝુકી જેવી કોમ્પેક્ટ કાર પસંદ કરે છે, કારણ કે તે બજેટમાં ફિટ થાય છે અને માઇલેજ વધારે આપે છે. જ્યારે ટોયોટા કોરોલા અને હોન્ડા સિટી જેવા મોડેલ્સ એવા ગ્રાહકો પસંદ કરે છે, જેઓ વધારે લક્ઝરી, આરામ અને સલામતી સુવિધાઓ ઇચ્છે છે.
સ્પષ્ટ છે કે પાકિસ્તાનના ઓટોમોબાઈલ બજારમાં ભારતીય અને જાપાની બ્રાન્ડ્સનું દબદબું આગામી વર્ષોમાં પણ યથાવત રહેશે.