New price of Mahindra Scorpio Classic: કેન્દ્ર સરકારે તહેવારોની મોસમ પહેલા લોકોને GST ઘટાડાની એક મોટી ભેટ આપી છે. નવા GST દરો 22 સપ્ટેમ્બર, 2025 થી સમગ્ર ભારતમાં લાગુ થઈ ગયા છે. પરિણામે, GST ઘટાડા બાદ Mahindra ની ઘણી કાર પણ સસ્તી થઈ છે. કંપનીએ Scorpio Classic ની કિંમતમાં પણ નોંધપાત્ર ઘટાડો કર્યો છે. જાણો GST ઘટાડા પછી આ કાર કેટલી સસ્તી થઈ.
Mahindra Scorpio Classic ની નવી કિંમત?
નવા GST દરો લાગુ થયા પછી, Scorpio Classic ની કિંમતમાં સરેરાશ 5.7% ઘટાડો થયો છે. Mahindra Scorpio Classic S11 ડીઝલ-MT વેરિઅન્ટમાં સૌથી મોટો ઘટાડો થયો છે. કંપની આ વેરિઅન્ટની કિંમતમાં ₹1.20 લાખ સુધીનો ઘટાડો થયેલ છે. ગ્રાહકો અન્ય વેરિઅન્ટ પર ₹80,000 થી ₹1 લાખ સુધીની બચત જોવા મળી રહી છે.Mahindra Scorpio Classic ના ફીચર્સ
Mahindra Scorpio Classic માં 9-ઇંચની મોટી ટચસ્ક્રીન ડિસ્પ્લે અને ડ્યુઅલ-ટોન બ્લેક થીમ છે. Scorpio Classic માં ઓડિયો કંટ્રોલ સાથે લેધરથી લપેટાયેલ સ્ટીયરિંગ વ્હીલ, ઊંચાઈ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ અને ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર નો પણ સમાવેશ થાય છે. SUV માં ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ક્રુઝ કંટ્રોલ અને LED DRL સાથે પ્રોજેક્ટર હેડલાઇટ જેવા આધુનિક ફીચર્સ પણ છે. કારમાં 460-લિટર બૂટ સ્પેસ અને 60-લિટરની મોટી ફ્યુલ ટાંકી છે.
Mahindra Scorpio Classic ની પાવરટ્રેન
Mahindra Scorpio Classic 132hp, 300Nm, 2.2-લિટર ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. તેમાં ઓલ-એલ્યુમિનિયમ લાઇટવેઇટ GEN-2 mHawk એન્જિન છે. સેફટી ફીચર્સમાં ડ્યુઅલ ફ્રન્ટ એરબેગ્સ, રીઅર પાર્કિંગ સેન્સર, ABS અને સ્પીડ એલર્ટનો સમાવેશ થાય છે.