લીવર શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક માનવામાં આવે છે. તે ઝેરી તત્વોને ફિલ્ટર કરે છે, લોહીને શુદ્ધ કરે છે, પિત્ત રસ ઉત્પન્ન કરે છે, જે ચરબીને વધુ સારી રીતે પચાવવામાં મદદ કરે છે, ખોરકના ન્યુટ્રીયન્ટ્સને મેટાબોલાઇઝ કરે છે, ગ્લાયકોજેન સ્ટોર કરવાની સાથે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે.
આવી સ્થિતિમાં, જો લીવર સંબંધિત કોઈ સમસ્યા હોય, લીવરને નુકસાન થાય કે લીવર કેન્સર હોય, તો વ્યક્તિ માટે સામાન્ય જીવન જીવવું મુશ્કેલ બની જાય છે. અહીં, જાણો લીવર કેન્સર શું છે, લીવર કેન્સરના શરૂઆતના લક્ષણો શરીર પર કેવી રીતે દેખાય છે અને આ કેન્સરને સમયસર કેવી રીતે ઓળખી શકાય છે.
સ્ટેજ 1 લીવર કેન્સરના લક્ષણો
લીવર કેન્સર એ એક કેન્સર છે જેમાં કેન્સરના કોષો લીવરમાં બનવાનું શરૂ કરે છે. લીવર કેન્સર વિવિધ સ્વરૂપોમાં વિકસી શકે છે, પરંતુ સૌથી સામાન્ય હેપેટોસેલ્યુલર કાર્સિનોમા છે, જેને લીવર કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પ્રાથમિક લીવર કોષોમાં શરૂ થાય છે. ઇન્ટ્રાહેપેટિક કોલેંગિયોકાર્સિનોમા અને હેપેટોબ્લાસ્ટોમા લીવર કેન્સરના દુર્લભ પ્રકારો છે. મોટાભાગના લોકોને લીવરમાં ઉદ્ભવતા કેન્સર કરતાં લીવરમાં ફેલાયેલું કેન્સર થાય છે.
લીવર કેન્સરના શરૂઆતી લક્ષણો ઓળખાતાં નથી. પરંતુ, જ્યારે કેન્સર એક લેવલ સુધી વધી જાય છે તો શરીર પર અમુક લક્ષણો દેખાવા લાગે છે. જેમ કે ઝડપથી વજન ઘટવો, ભૂખ ઓછી લગાવી, ઊલટી કે ગમે ત્યારે ઊબકા આવવા, લીવર પસે અને પેટના ઉપરના ભાગમાં દુખાવો થવો, શરીરમાં કમજોરી અને દરેક સમયે થાક લાગવો, સ્કીન અને આંખો પીડી થવી અથવા કામડાના લક્ષણ દેખવા વેગેરે લક્ષણો દેખાય છે.
લીવર કેન્સર માટે જોખમી પરિબળો
લીવર કેન્સર માટે કેટલાક જોખમી પરિબળો છે જે લીવર કેન્સર થવાની શક્યતા વધારે છે
ક્રોનિક ઇફેક્શન - હેપેટાઇટિસ બી (HBV) અથવા હેપેટાઇટિસ સી (HCV) સાથેનો ક્રોનિક ઇફેક્શન લીવર કેન્સરનું જોખમ વધારે છે.
સિરોસીસ - લીવર સિરોસીસ એવી કન્ડિશન છે જેનાથી લીવરમાં સ્કાર ટિશ્યૂ ફોરમમાં થવા લાગે છે અને લીવરમાં કેન્સર ડેવલપ થઈ શકે છે.
ડાયાબિટીસ - બ્લડ સુગર ડિસઓર્ડરથી પીડાતા લોકોને લીવર કેન્સર થવાનું જોખમ રહેલું છે.
નોન-આલ્કોહોલિક ફેટી લીવર - લીવરમાં ચરબીનો સંચય અને લીવરને નુકસાન થવાથી લીવર કેન્સરનું જોખમ વધે છે.
આનુવંશિક લીવર ડીસીઝ - જો કોઈ વ્યક્તિને આનુવંશિક લીવર ડીસીઝ હોય, તો લીવર કેન્સરનું જોખમ વધી જાય છે.