દેશમાં વર્તમાન સમયમાં ઘણી બધી સરકારી યોજનાઓ ચાલી રહી છે જેનો મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે. ઘણી બધી યોજનાઓ છે જેમાં સીધી આર્થિક મદદ આપવામાં આવે છે, જ્યારે ઘણી યોજનાઓ હેઠળ સબસિડી આપવાની જોગવાઈ છે. જ્યારે, ઘણી બધી યોજનાઓ છે જેના દ્વારા અન્ય પ્રકારની મદદ પણ આપવામાં આવે છે. આવી જ એક યોજના છે રાષ્ટ્રીય પરિવાર નિયોજન યોજના. તો ચાલો આના વિશે જાણીએ...
લાભ કોને મળે?
મહિલા લાભાર્થી માટેઃ લગ્ન કરેલ હોય તેની ઉંમર 22 વર્ષ થી 49 વર્ષની વચ્ચેની હોવી જોઇએ તથા એક તેને બાળક હોવું જોઇએ અને તેની ઉંમર 1 વર્ષથી વધારે હોવી જોઇએ, પતિનું નસબંધી ઓપરેશન ન થયેલ હોવું જોઇએ (બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ).
પુરુષ લાભાર્થી માટેઃ લગ્ન કરેલ હોય, તેની ઉંમર 60 વર્ષથી નીચે હોવી જોઇએ એક બાળક હોવું જોઇએ અને તેની ઉંમર 1 વર્ષથી વધારે હોવી જોઇએ, લાભાર્થીની પત્નીનું ઓપરેશન ન થયેલ હોવો જોઇએ (બે માંથી એક આ પધ્ધતિ ન અપનાવેલ હોવી જોઇએ, તેની માનસિક અવસ્થા સારી હોવી જોઇએ).
કેટલો લાભ મળે?
પુરુષ નસબંધી માં લાભાર્થીને રૂ. 2000 અને મોટીવેટર ને રૂ. 300 ની સહાય.
ટ્યૂબેક્ટોમી (સ્ત્રી વ્યંધીકરણ) માં લાભાર્થીને રૂ. 1400 અને મોટીવેટર ને રૂ. 200 ની સહાય.
ટ્યૂબેક્ટોમી (સ્ત્રી વ્યંધીકરણ) (સરકારી દવાખાનામાં પ્રસુતિ બાદ 7 દિવસમાં કરાવે તો) લાભાર્થીને રૂ. 2200 અને મોટીવેટર ને રૂ. 300 ની સહાય.
લાભ ક્યાંથી મળે?
કુટુંબ કલ્યાણ પદ્ધતિનું ઓપરેશન જે તે ફેસેલીટી સેન્ટરમાં કરો ત્યારે આપને ત્યાંથી ઓપરેશન કરાવતા લાભાર્થીને તેમના બેંક ખાતામાં સહાય આપવામાં આવશે.
યોજનાનો લાભ મેળવવાની પદ્ધતિ
આ યોજનાનો લાભ લેવા માટે ઓપરેશન વખતે નિયત ફોર્મ ભરવાનું હોય છે.