logo-img
Government Vidyalakshmi Bond Scheme

"ઘરની લક્ષ્મીઓ" માટે સરકારની ગજબની યોજના : જાણો વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનામાં કોને અને કેટલો લાભ મળે

"ઘરની લક્ષ્મીઓ" માટે સરકારની ગજબની યોજના
Published by: Offbeat Team
| Last Updated: Sep 19, 2025, 12:46 PM IST

દેશમાં વર્તમાન સમયમાં ઘણી બધી સરકારી યોજનાઓ ચાલી રહી છે જેનો મોટા પ્રમાણમાં લોકો લાભ લઈ રહ્યા છે. ઘણી બધી યોજનાઓ છે જેમાં સીધી આર્થિક મદદ આપવામાં આવે છે, જ્યારે ઘણી યોજનાઓ હેઠળ સબસિડી આપવાની જોગવાઈ છે. જ્યારે, ઘણી બધી યોજનાઓ છે જેના દ્વારા અન્ય પ્રકારની મદદ પણ આપવામાં આવે છે. આવી જ એક યોજના છે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના. તો ચાલો આના વિશે જાણીએ...

કોને લાભ મળે?

બીપીએલ કાર્ડ ધરાવતા કુટુંબની કન્યાને, 0 થી 50% સુધીનો સ્ત્રી સાક્ષરતા દર ધરાવતા ગામની પહેલા ધોરણમાં દાખલ થતી સરકારી પ્રાથમિક શાળાની કન્યાને મળવાપાત્ર છે.

કેટલો લાભ મળે?

ઉપર મુજબ જણાવ્યાનુસાર વર્ગમાં સમાવિષ્ટ થતી તમામ કન્યાઓને 2000 રૂપિયાનો બોન્ડ મળવાપાત્ર થાય છે. જે બોન્ડની રકમ ધોરણ-8 સળંગ પાસ કર્યા બાદ વ્યાજ સાથે પરત આપવામાં આવે છે.

લાભ ક્યાંથી મળે?

કન્યાઓને જે-તે શાળામાંથી આ યોજનાનો લાભ મળે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now