logo-img
Gorvenment Scheme Pradhanmantri Sukanya Samriddhi Yojana

દેશની દીકરીઓ માટે જબરદસ્ત યોજના : જાણો પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે

દેશની  દીકરીઓ માટે જબરદસ્ત યોજના
Published by: Offbeat Team
| Last Updated: Sep 14, 2025, 09:30 AM IST

દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતિ કરે તે માટે બેટી બચાવો-બેટી પઢાઓ કૅમ્પેનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી, 2015માં સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. તેનાથી હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે. દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત એક અકાઉન્ટ ખોલવામાં આવે છે. આ અકાઉન્ટ ખોલાવવું એકદમ સરળ છે. સામાન્ય રીતે PPF અકાઉન્ટ ખુલે છે, ત્યાં એટલે કે બૅન્ક કે પોસ્ટ ઑફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો. આ યોજના બાળકીઓના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. જેનાથી તેમનું પૂરું શિક્ષણ અને 18 વર્ષની થાય ત્યારે લગ્નના ખર્ચની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે છે. આ યોજનાં બાળકીઓ અને તેમના માતા-પિતાને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે. જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ દરની વ્યવસ્થા કરવામાં આવી છે.

શું છે ખાસિયત?

1. દર વર્ષે ઓછામાં ઓછા 250 અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો.

2. જમા રકમ પર વાર્ષિક 7.6 ટકા હિસાબે વ્યાજ મળે છે.

૩. નવા નિયમ પ્રમાણે દીકરીના લગ્ન પર 100 ટકા રકમ ઉપાડી શકાય છે.

4. જમા રકમ પર 80-સી હેઠળ ટૅક્સની છૂટ મળે છે.

5. દીકરી 21 વર્ષની થાય પછી વ્યાજ નહીં મળે.

કેવી રીતે ખોલશો ખાતું?

તમે તમારા નજીકના પોસ્ટઓફિસમાં જાવ અને ત્યાં જઈને સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરો. તે સિવાય તમે ઇન્ટરનેટ કે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટથી પણ આ ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. દીકરીનો ફોટોગ્રાફ લવાગીને ફોર્મ ભરો અને તેને પોસ્ટ ઓફિસમાં જમા કરાવો. બની શકે કે અમુક આંતરિળાય પોસ્ટ ઓફિસના અધિકારી તમને આવી કોઈ સ્કીમ નથી તેવું પણ કહે. તો થોડી રાહ જુઓ આ યોજનાને ત્યાં પહોંચવા દો.

ફોર્મ ભરી તેની પર યોગ્ય હસ્તાક્ષર કરો..

પોતાનું આઈ ડી અને એડ્રેસ પ્રુફની ફોટોકોપી અટેય કરો દિકરીનું જન્મ પ્રમાણ પત્રની કોપી પણ જોડો.

પોતાના અને પોતાની પુત્રીના બે-બે પાસપોર્ટ સાઇઝ ફોટો લગાવો.

તમે સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતાને બેંકમાં પણ ખોલી શકો છો.

યોગ્યતા

પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં જોડાઈ શકવાની યોગ્યતા.

મહત્વની વાત

1. આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું 1 હજાર અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો.

2. તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.

૩. આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહીં આ યોજના પીપીએફ કરતા વધુ વ્યાજ આપે છે.

4. જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરાવાનું ભૂલી જશો. તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.

5. જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો.

6. જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટ ખોલી શકો.આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.

7. આ યોજના પર તમે કોઈ પ્રકારનો દેવું નહીં લઇ શકો.

8. માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે” સુકન્યા સમૃધ્ધિ યોજના “ અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં 2-12-2003ના રોજ અથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે. અને માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે. અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુ માં વધુ 1 લાખ 50 હજાર જમા કરાવી શકાય છે.

ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી?

સ્થાનિક મધ્યસ્થ પોસ્ટ ઓફીસ નો સંપર્ક કરવો.

ફોર્મ ડાઉનલોડ કરવા નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.

https://rbidocs.rbi.org.in/rdocs/content/pdfs/494SSAC110315 A3.pdf

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now