કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) સબ્સ્ક્રાઇબર્સ માટે સારા સમાચાર છે. જણાવી દઈએ કે EPFOએ પોતાના મેમ્બર પોર્ટલ પર નવી સુવિધા 'Passbook Lite' લોન્ચ કરી છે. આ ફીચરના માધ્યમે યુઝર્સ એક ક્લિકમાં પોતાની EPF પાસબુકની સંપૂર્ણ જાણકારી જોઇ શકે છે. આ નવા ફીચરના માધ્યમે હવે બેલેન્સ ચેક કરવું પહેલા કરતાં ઘણું સરળ થઈ ગયું છે, તો ચાલો આના વિશે જાણીએ...
શું છે Passbook Lite?
EPFO એ પોતાની ઓફિશિયલ વેબસાઇટ પર 'Passbook Lite' નામના એક ઈન્ટરફેસ ઉમેર્યું છે . EPFO યુઝર્સ આ ફીચરના માધ્યમે હવે કોઈ પણ જટિલ લૉગિન પ્રોસેસ વિના ડાયરેક્ટ પોતાનું PF બેલેન્સ જોઇ શકે છે. આની માટે યુઝર્સને UAN નંબર અને OTP નાખવાનો રહેશે. ત્યાર બાદ તેઓ પોતાની પાસબુક જો શકે છે. પહેલા યુઝર્સને UAN, પાસવર્ડ અને કેપચા કોડ ભરવાનો રહેતો હતો.
આ રીતે કરો Passbook Lite ફીચરનો ઉપયોગ
સૌથી પહેલા EPFO ની ઓફિશિયલ વેબસાઇટ http://www.epfindia.gov.in પર જાઓ.
અહીં પર 'Passbook Lite' સેકશન પર ક્લિક કરો.
તમને અહીં પોતાનો UAN નંબર નાખવાનો રહેશે.
આ બાદ તમારા મોબાઈલ નંબર પર OTP આવશે.
OTP નાખીને સબમિટ પર ક્લિક કરો.
હવે તમને PF Passbook સ્ક્રીન પર દેખાશે.
Passbook Lite ફીચર કેમ જરૂરી?
EPFO અનુસાર, આ ફીચર ખાસ તે લોકોની મદદ માટે લાવવામાં આવ્યું છે. જે લોકોને ટેકોનોલૉજીની જાણકારીની કમી કે નેટવર્કની સમસ્યાના કારણે PF પાસબુકની મહિતી નથી જોઇ શકતા હતા, તેમણે મદદ મળશે.