Aadhaar Helpline Number: ભારતમાં રહેતા લોકો પાસે ઘણા પ્રકારના જરૂરી ડોક્યુમેન્ટ હોય છે. આ ડોક્યુમેન્ટ વિના લોકોના ઘણા કામ અટકી જાય છે. જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, પાન કાર્ડ, રેશન કાર્ડ અને આધાર કાર્ડ જેવા ડોક્યુમેન્ટનો સમાવેશ થાય છે. દેશના 90% લોકો પાસે આધાર કાર્ડ છે. સ્કૂલ કે કોલેજના એડમિશનથી લઈને સરકારી યોજનાનો લાભ લેવા સુધી તમામ જરૂરી કર્યોમાં આ દસ્તાવેજોની જરૂર પડે છે. આ જ કારણ છે કે આધાર કાર્ડ સાથે જોડાયેલી સમસ્યાનું વહેલી તકે સમાધાન લાવવું પડે છે.
ઘણી વખત આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, એડ્રેસ જેવી માહિતીમાં ભૂલ હોય છે. એવામાં લોકોને ખબર નથી હોતી કે શું કરવું. ત્યારે ઘણી વખત મોબાઈલ નંબર બદલાવવો હોય છે. પરંતુ તમને પ્રોસેસ નથી ખબર હોતી. તમને જણાવી દઈએ કે કોઈ પણ માહિતી અને ફરિયાદ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા-બેઠા જ એક નંબર પર ફોન કરીને પોતાની સમસ્યા વિષે જણાવી શકો છો. આની માટે UIDAI તરફથી એક હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે.
UIDAI નો હેલ્પલાઈન નંબર
આધાર કાર્ડ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા માટે UIDAI તરફથી જાહેર કરેલ હેલ્પલાઈન નંબર 1947 પર ફોન કરી શકો છો. તમને જણાવી દઈએ કે આ હેલ્પલાઇન નંબર 24 કલાક ઉપલબ્ધ છે અને તમામ પ્રકારની માહિતી, ફરિયાદ અને અપડેટ માટે મદદ લઈ શકો છો.
જો તમારી સમસ્યાનું ઓનલાઈન સમાધાન મળતું તો તમે [email protected] પર મેલ કરીને પણ પોતાની ફરિયાદ મોકલી શકો છો. કાં તો, નજીકના આધાર કેન્દ્ર પર જઈ શકો છો. ત્યાં કર્મચારી તમારા ડોક્યુમેન્ટ ચેક ઋ કરીને અપડેટ કે સુધારવામાં મદદ કરશે. જેનાથી તમને મળતી સુવિધા અટકાય નહીં.





















