TVS Jupiter : ટુ-વ્હીલર ચાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે, હવે મળશે વધુ સુવિધાનો લાભ મળશે. TVS Motors એ Jupiterમાં નવા ફેરફારો કર્યા છે, જેનાથી મળશે વધુ સુરક્ષા અને સલામતી, ભારતની જાણીતી ટુ-વ્હીલર કંપની TVS Motors એ તેના લોકપ્રિય સ્કૂટર Jupiter નું નવું એડિશન લોન્ચ કર્યું, આ નવા મોડેલનું નામ Jupiter Stardust Black Edition રાખવામાં આવ્યું છે. કંપનીએ તેને તેની સત્તાવાર વેબસાઇટ પર લિસ્ટ કર્યું છે. આ વેરિઅન્ટ Jupiter SXC ડિસ્ક ટ્રીમ પર આધારિત છે અને તેના કરતા ફક્ત 1,000 રૂપિયા મોંઘુ છે. દિલ્હીમાં તેની એક્સ-શોરૂમ કિંમત 93,031 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
ડિઝાઇનમાં ખાસ ફેરફારો
તેની ડિઝાઇનમાં ખાસ ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં કાળા રંગની થીમ સાથે ચમકતો સ્પેકલ્ડ પેનલ છે. સ્કૂટરના સાઇડ પેનલ પર કાંસ્ય રંગનો જ્યુપિટર લોગો અને મોસ્ટ એવોર્ડેડ સ્કૂટર ઓફ ઇન્ડિયા બેજ પણ ઉમેરવામાં આવ્યો છે. આ કોસ્મેટિક અપડેટ્સને કારણે, આ એડિશન નિયમિત મોડેલ કરતાં અલગ અને વધુ આકર્ષક લાગે છે.
કોલ અને એસએમએસ એલર્ટ સુવિધા
કંપનીએ તેની નવી સ્માર્ટએક્સોનેક્ટ સિસ્ટમનો સમાવેશ કર્યો છે. આ દ્વારા, વોઇસ આસિસ્ટ, નેવિગેશન, કોલ અને એસએમએસ એલર્ટની સુવિધા મળશે, સરેરાશ ફ્યુઅલ ઇકોનોમી અને ફાઇન્ડ માય વ્હીલ જેવી સ્માર્ટ સુવિધાઓનો ઉપયોગ કરી શકાય છે. આરામ માટે, તેમાં ક્લાસમાં સૌથી લાંબી સીટ છે. ઉપરાંત, ફ્રન્ટ ફ્યુઅલ ફિલર કેપ અને મોટી અંડર-સીટ સ્ટોરેજ છે, જેમાં બે હેલ્મેટ સરળતાથી ફિટ થઈ શકે છે. સ્કૂટરનો 1,275 મીમી વ્હીલબેઝ અને 163 મીમી ગ્રાઉન્ડ ક્લિયરન્સ તેને રોજિંદા ડ્રાઇવિંગ માટે ખૂબ વ્યવહારુ બનાવે છે.
સુવિધા અને સલામતી
આ ફેરફારોમાં ચાલકોને શકિતશાળી એન્જિન પણ મળશે, આ એડિશનમાં 113.3cc એન્જિન છે જે 5.9 kW પાવર અને 9.8 Nm ટોર્ક ઉત્પન્ન કરે છે. તેમાં CVT ઓટોમેટિક ટ્રાન્સમિશન છે જે સરળ સવારીનો અનુભવ આપે છે. સસ્પેન્શન સેટઅપમાં આગળના ભાગમાં ટેલિસ્કોપિક હાઇડ્રોલિક્સ અને પાછળના ભાગમાં ટ્વીન-ટ્યુબ ઇમલ્શન શોક એબ્ઝોર્બર્સનો સમાવેશ થાય છે. બ્રેકિંગ માટે, તેમાં આગળના ભાગમાં 220 mm ડિસ્ક અને પાછળના ભાગમાં 130 mm ડ્રમ બ્રેક છે. 12-ઇંચના ટ્યુબલેસ ટાયર તેના સવારી આરામ અને સલામતીને વધુ વધારે છે.