Suji Chilla Recipe: શિયાળામાં સવારના નાસ્તામાં કંઈક ઝડપી, મસાલેદાર અને બધાને પસંદ આવે એવું જોઈએ? તો આ સોજી-દહીંના ચીલ્લા બનાવી જુઓ! માત્ર 25-30 મિનિટમાં તૈયાર થઈ જાય છે અને સ્વાદ એવો કે બાળકોથી લઈને મહેમાનો સુધી બધા આંગળા ચાટવા લાગે!
જરૂરી સામગ્રી (4-5 ચીલ્લા માટે)
સોજી – 1 કપ
દહીં – ½ કપ (થોડું ખાટું હોય તો સારું)
પાણી – ½ કપથી ¾ કપ (જરૂર પ્રમાણે)
બારીક સમારેલી ડુંગળી – 1 મધ્યમ
લીલાં મરચાં – 2 (બારીક સમારેલાં)
આદુ-લસણ પેસ્ટ – ½ ચમચી
ધાણા – બારીક સમારેલો, 2-3 ચમચી
હળદર – ¼ ચમચી
લાલ મરચું પાવડર – ½ ચમચી
ગરમ મસાલો – ¼ ચમચી
મીઠું – સ્વાદ પ્રમાણે
ઘી/તેલ – શેકવા માટે
શિયાળામાં ગાજર, ફ્લાવર, કેપ્સિકમ વગેરે બારીક કટ કરીને ઉમેરી શકો)
બનાવવાની રીત (ખૂબ જ સરળ!)
બેટર તૈયાર કરો
એક મોટા બાઉલમાં 1 કપ સોજી લો. તેમાં ½ કપ દહીં અને થોડું-થોડું પાણી નાખીને ફેંટો. બેટર ઢીલું નહીં પણ ઢોસા જેવું રાખવું. હવે 20 મિનિટ માટે ઢાંકીને બાજુ પર મૂકી દો – સોજી સારી રીતે ફૂલી જશે.
મસાલા અને શાકભાજી ઉમેરો
20 મિનિટ પછી બેટર ખોલો. તેમાં ડુંગળી, લીલાં મરચાં, ધાણા, આદુ-લસણ પેસ્ટ, હળદર, લાલ મરચું, ગરમ મસાલો અને મીઠું નાખી સારી રીતે ફેંટો. જો બેટર જાડું લાગે તો થોડું પાણી ઉમેરો. બેટર હવે ચીલ્લા રેડવા જેવું તૈયાર છે!
ચીલ્લા શેકો
નૉન-સ્ટિક તવો કે ઢોસા પેન ગરમ કરો. થોડું ઘી કે તેલ લગાવો. એક મોટો ચમચો બેટર લઈને ગોળ ફેરવીને ફેલાવો. મધ્યમ ગેસ પર બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ઉપરથી થોડું ઘી લગાવતા વધુ ક્રિસ્પી બને છે!
પીરસો
ગરમા-ગરમ ચીલ્લાને લીલી ચટણી, નારિયેળની ચટણી કે ટમેટા કેચઅપ સાથે પીરસો. બસ! તૈયાર છે સુપર સ્વાદિષ્ટ સોજી દહીં ચીલ્લા!
આ રેસીપી એકવાર ટ્રાય કરશો તો દર રવિવારે બનાવવાનું મન થશે.




















