અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા 50 ટકા ટેરિફના કારણે ભારતીય નિકાસ પર ભારે અસર પડી છે. સતત ત્રીજા મહિને નિકાસમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. સૌથી વધુ અસર રત્નો-ઝવેરાત અને ચામડાની ચીજવસ્તુઓ પર જોવા મળી છે, કારણ કે આ ક્ષેત્રોમાં ભારતની નિકાસનો 30થી 60 ટકા હિસ્સો અમેરિકામાં જ જાય છે.
ઓગસ્ટમાં સૌથી મોટો ઘટાડો
ગ્લોબલ ટ્રેડ એન્ડ રિસર્ચ ઇનિશિયેટિવ્સ (GTRI)ના સ્થાપક અજય શ્રીવાસ્તવે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે અનુસાર, ઓગસ્ટમાં ટેરિફ લાગુ થયા પછી ભારતની અમેરિકામાં નિકાસ જુલાઈની સરખામણીમાં 16.3 ટકા ઘટીને 6.7 અબજ ડોલર થઈ ગઈ. આ 2025નું સૌથી મોટો માસિક ઘટાડો છે.
જુલાઈમાં નિકાસ 3.6 ટકા ઘટીને 8.0 અબજ ડોલર થઈ હતી.
જૂનમાં નિકાસ 5.7 ટકા ઘટીને 8.3 અબજ ડોલર થઈ હતી.
મેમાં એપ્રિલની સરખામણીમાં 4.8 ટકા વૃદ્ધિ થઈ હતી, પરંતુ તે ટકી શકી નહોતી.
📆 ટેરિફ સમયરેખા
7 ઓગસ્ટ, 2025: 27 ટકા ટ્રમ્પ ટેરિફ લાગુ થયા.
27 ઓગસ્ટ, 2025: દર વધારીને સીધા 50 ટકા કરી દેવામાં આવ્યા.
GTRIએ ચેતવણી આપી છે કે સપ્ટેમ્બર મહિનો વધુ મુશ્કેલ બની શકે છે, કારણ કે આ પહેલી વાર છે કે આખા મહિને 50 ટકા ટેરિફ લાગુ રહેશે.
ક્ષેત્રવાર અસર
રત્નો અને ઝવેરાત: 40–50% નિકાસ યુએસ પર આધારિત. ઓર્ડરમાં તીવ્ર ઘટાડો.
ચામડું અને ચામડાની ચીજવસ્તુઓ: ઓર્ડર વિયેતનામ અને બાંગ્લાદેશ તરફ સ્થળાંતરિત.
કાપડ અને ગારમેન્ટ્સ: ચીન અને વિયેતનામની સ્પર્ધા વચ્ચે અમેરિકામાં વધુ નબળું.
એન્જિનિયરિંગ ગુડ્સ: મશીનરી અને ઓટો ઘટકો પર પણ નકારાત્મક અસર.
આ પરિસ્થિતિમાં નિષ્ણાતોનું માનવું છે કે જો અમેરિકા સાથેના વેપાર વિવાદનો ઉકેલ ન આવે, તો ભારતીય નિકાસકારો માટે પરિસ્થિતિ વધુ કઠિન બની શકે છે.