logo-img
Prime Minister Narendra Modi Turns 75 On September 17 2025

PM મોદીનો 75 મો જન્મદિવસ : RSS ના કાર્યકર્તાથી લઈને દેશના વડાપ્રધાન સુધીની સફર, જાણો સંર્ઘષથી લઈ સફળતાની કહાની..

PM મોદીનો 75 મો જન્મદિવસ
Play Video
Published by: Offbeat Team
| Last Updated: Sep 17, 2025, 05:09 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 સપ્ટેમ્બર 2025ના રોજ 75 વર્ષના થયા છે. તેમના જન્મદિવસને ખાસ બનાવવા માટે દેશભરમાં અનેક સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પો સહિત વિવિધ સેવા કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ 'રક્તનો રેકોર્ડ સર્જાશે'. સાથો સાથ ભાજપ દ્વારા સેવા સપ્તાહની ઉજવણી પણ આજથી શરૂ કરવામાં આવી છે.

સાધારણ પરિવારમાં જન્મ, ચા વેચી અને...

વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના વડનગરના એક સાધારણ પરિવારમાં જન્મે થયો હતો. જેમણે સંઘર્ષોના સિમાડા પણ જોયેલા છે. નરેન્દ્ર મોદીએ નાનપણમાં પોતાને પિતાને મદદ કરતા અને ચા વેચવા માટે મદદ કરતા હતા. એક પુસ્તકમાં મળતી માહિતી મુજબ વડનગર રેલવે સ્ટેશન પર નરેન્દ્ર મોદીના પિતાની ચા ની કીટલી હતી. જે પછી તેમણે પોતાના ભાઈ સાથે બસ સ્ટેન્ડ પાસે એક ચાની દુકાન પણ ચલાવી હતી.

17 વર્ષની ઉંમરે જ પોતાનું ઘર છોડી દીધું

નરેન્દ્ર મોદીએ માત્ર 17 વર્ષની ઉંમરે જ પોતાનું ઘર છોડી દીધું હતું. જેમણે સમગ્ર દેશમાં ભ્રમણ કરવાનું શરૂ કરી દીધો હતો. જેમણે ઉત્તર ભારત સહિત ભારતના ખુડે ખુડો ખુદ્યો છે. ભારત યાત્રા દરમિયાન તેઓ હિમાલયમાં ગરુડચટ્ટી તેમજ તો પશ્ચિમ બંગાળના રામકૃષ્ણ આશ્રમમાં પણ સમય વિતાવેલો છે. તેમના જીવનકાળમાં તેની ઉંડી અસરો પણ દેખાઈ રહી છે.

20 વર્ષની ઉંમરમાં RSSમાં જોડાયા

નરેન્દ્ર મોદી બે વર્ષ બાદ ઘરે પરત ફર્યા પરંતુ 15 દિવસ જ રોકાયા હતા. જે બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈ ગયા અને માત્ર 20 વર્ષની ઉંમર હતી, ત્યારે તેઓ RSSમાં સામેલ થયા, તે સમયગાળા દરમિયાન અમદાવાદ રહ્યાં હતા. ત્યારબાદ તેઓ સંઘના પ્રચારક તરીકે ગુજરાતનો મોટો પ્રવાસ ખેડ્યો હતો.

કોલેજમાં વધેલા મેસ બિલ સામે વિરોધ અને આંદોલનમાં પરિવર્તન

વર્ષ 1973ના અંતમાં તેમણે કોલેજમાં વધેલા મેસ બિલ સામે વિરોધ નોંધાવ્યો તે ધીરે ધીરે મોટા આંદલનમાં પરિવર્તન થઈ ગયું અને જે આંદોલનનું નામ પડ઼્યું નવનિર્માણ આંદોલન. જેના કારણે ઈન્દિરા ગાંધી સરકાર મુશ્કેલીમાં પણ મુકાઈ હતી. જે બાદ કેન્દ્ર સરકાની ઈમરજન્સી મામલે પણ નરેન્દ્ર મોદી ખુલીને વિરોધ કર્યો હતો

ગુજરાત ભાજપના સચિવ બન્યા

તેમની સંઘર્ષથી સફળતાની કહાની સતત આગળ વધી રહી હતી. 1988માં નરેન્દ્ર મોદીને ગુજરાત ભાજપના સંગઠન સચિવ તરીકે નિયુક્ત થયા. જે બાદ જ તેમની રાજકીય અસલી સફર શરૂ થઈ. 1990માં પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની અયોધ્યા રથયાત્રા અને 1991-92માં મુરલી મનોહર જોશીની એકતા યાત્રાના સંચાલન જોડાયા અને મહત્વપૂર્ણ ફાળો પણ આપ્યો હતો. જે બાદ તેઓ ભાજપ માટે એક નવી ઓળખ બનાવી હતી

ગુજરાત CM બન્યા

2001માં ભાજપે નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા હતા. જેઓની આ સફર 2014 સુધી ચાલી રહી. 2002, 2007 અને 2012ની વિધાનસભા ચૂંટણીમાં મુખ્યમંત્રી રહીને ભાજપને જીત અપાવી હતી, તેમણે 'વિકાસ પુરૂષ' તરીકે ઓળખ મેળવી હતી, ગુજરાતને સમગ્ર દેશ-વિદેશમાં પણ ઓળખ અપાવી હતી.

2014માં PM બન્યા

2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદનો ચહેરો બનાવ્યો હતો, મોદી અને પાર્ટી સંગઠનની મહેનતનું જ પરિણામ હતું કે, 2009ની લોકસભા ચૂંટણીમાં 116 બેઠકો જીતનાર ભાજપ 2014ની લોકસભા ચૂંટણીમાં 282 બેઠકોના આંકડા સુધી પહોંચ્યું હતું. જે બાદ ભાજપ પણ વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઈ હતી.

2024માં ફરી PM બન્યા

2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદી ફરી ભાજપના ચૂંટણી પ્રચારનો ચહેરો બન્યા અને પાર્ટીએ પોતાના દમ પર 370 સીટો અને એનડીએને 400 સીટો જીતવાનો ટાર્ગેટ મુક્યો હતો. જેની સામે નરેન્દ્ર મોદીએ દેશભરમાં જોરશોરથી પ્રચાર કર્યો. ભાજપ પોતાના દમ પર બહુમત તો ન મેળવી પણ એનડીએ સાથી પક્ષોના જોરે પર ફરી કેન્દ્રમાં મોદી સરકાર બની.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now