Home International Attack On Uaeqatar Oil Facility Amid Iran War Why Is This Bad News For India

મિડલ ઈસ્ટમાં હવે 'તેલ યુદ્ધ' શરૂ, ભારતની ચિંતામાં વધારો : હવે ગેસ સાચવીને વાપરજો! ઈરાને કતર અને UAE પર મિસાઈલ છોડી પણ અસર ગુજરાતીને થશે!

મિડલ ઈસ્ટમાં હવે 'તેલ યુદ્ધ' શરૂ, ભારતની ચિંતામાં વધારો
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 12:21 PM IST

US-Israel-Iran War: ત્રણ અઠવાડિયા પહેલા જ્યારે ઈઝરાયેલની પ્રથમ મિસાઈલ ઈરાનની ધરતી પર પડી, ત્યારે દુનિયાએ વધુ એક યુદ્ધનો સામનો કરવો પડ્યો. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે શરૂ થયેલી સૈન્ય અથડામણ હવે સંપૂર્ણપણે જંગમાં ફેરવાઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં આ યુદ્ધનું સ્વરૂપ હવે ‘તેલ યુદ્ધ’ (Oil War) માં બદલાઈ ગયું છે. બુધવારે બંને પક્ષોએ પ્રથમ વખત અશ્મિભૂત ઈંધણ (Fossil Fuel) ના ઉત્પાદન સાથે જોડાયેલી સુવિધાઓ પર હુમલા કર્યા, જેનાથી વૈશ્વિક ઉર્જા બજારમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ઈરાન વિરુદ્ધના જંગમાં હવે ઉર્જા એક હથિયાર બની ચુકી છે.

‘તેલ યુદ્ધ’ માં ફેરવાયો મિડલ ઈસ્ટનો જંગ

17 માર્ચ સુધી અમેરિકા અને ઈઝરાયેલ ખાડી વિસ્તારમાં ઈરાનના ઉર્જા ઉત્પાદન એકમોને નિશાન બનાવવાનું ટાળતા હતા. ત્યાં સુધી કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનના 90 ટકા તેલ નિકાસ કરતા ખાર્ગ દ્વીપ પર કરવામાં આવેલા હુમલામાં પણ માત્ર સૈન્ય મથકોને જ લક્ષ્ય બનાવવામાં આવ્યા હતા. પરંતુ બુધવારે ઈઝરાયેલે સાઉથ પાર્સ ગેસફિલ્ડ પર હુમલો કરી દીધો, જે ઈરાન અને કતાર વચ્ચે વહેંચાયેલું છે. જવાબમાં ઈરાને સાઉદી અરેબિયાની અરામકોની સાંરેફ રિફાઈનરી, કતાર અને યુએઈની ગેસ સુવિધાઓ પર ડ્રોન અને મિસાિલો છોડી હતી.

સાઉથ પાર્સ કેમ ખાસ છે?

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે સાઉથ પાર્સનું મહત્વ સમજવું જરૂરી છે. દુનિયાનું સૌથી મોટું ગેસફિલ્ડ હોવાની સાથે તે વૈશ્વિક LNG સપ્લાયની કરોડરજ્જુ છે, જેમાં ભારતનો મોટો હિસ્સો સામેલ છે. ઈઝરાયેલી હુમલા બાદ તેલ-ગેસની કિંમતોમાં અચાનક ઉછાળો આવ્યો છે. રોઇટર્સના જણાવ્યા અનુસાર, અહીં 1,800 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસનો ભંડાર છે, જે દુનિયાની જરૂરિયાતોને 12-13 વર્ષ સુધી પૂરી કરી શકે છે. ઈરાન માટે આ વીજ ઉત્પાદનનો મુખ્ય સ્ત્રોત છે કારણ કે તેની 80 ટકા વીજળી અહીંથી આવે છે. આ ફિલ્ડનો કતારનો હિસ્સો ‘નોર્થ ફિલ્ડ’ કહેવાય છે, જે દુનિયાનો સૌથી મોટો LNG નિકાસકાર છે.

UAE અને કતારના તેલ પ્લાન્ટ્સ પર હુમલો

ઈરાને કતારના રાસ લાફાન LNG પ્લાન્ટ, UAE ના હાબશાન ગેસ પ્લાન્ટ અને બાબ તેલ ક્ષેત્રને નિશાન બનાવ્યા. મોટાભાગની મિસાિલો હવામાં જ તોડી પાડવામાં આવી હતી, પરંતુ UAE એ તેને ‘આતંકી હુમલો’ ગણાવ્યો છે.સાઉદીના યંબુ બંદર પર આવેલી અરામકો રિફાઈનરીને નુકસાન થયું છે, જે હોર્મુઝની સામુદ્રધુની બંધ થયા બાદ વૈકલ્પિક નિકાસ માર્ગ છે. કુવૈતની મિના અલ-અહમદી રિફાઈનરીમાં પણ આગ લાગી હતી, જોકે નુકસાન મર્યાદિત રહ્યું છે. અગાઉ અબુ ધાબીના શાહ ગેસફિલ્ડ પર ડ્રોન હુમલાથી ઉત્પાદન અટક્યું હતું, જે વૈશ્વિક સલ્ફરનો 8 ટકા પુરવઠો પૂરો પાડે છે.

ભારત માટે કેમ આ માઠા સમાચાર છે?

ભારત માટે આ ખરાબ સમાચાર છે કારણ કે દુનિયાનો સૌથી મોટો LNG ખરીદદાર હોવાને કારણે ભારત કતાર પર 80-85 ટકા LPG માટે નિર્ભર છે.

1. અસર: ફર્ટિલાઇઝર પ્લાન્ટ અને સિટી ગેસ નેટવર્ક (PNG-CNG) પ્રભાવિત થશે.

2. કિંમતો: બ્રેન્ટ ક્રૂડ 110 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે અને ગેસની કિંમતોમાં 6 ટકાનો વધારો થયો છે.

3. નિષ્ણાતોનો મત: વિશ્લેષક સોલ કાવોનિકનું કહેવું છે કે LNG સુવિધાઓના સમારકામમાં વર્ષો લાગશે, જેવું 2003 ના ઇરાક યુદ્ધમાં થયું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now