Home International Indian Men Fined In London Paanspitting Fine Uk London Brent Council News

કોણે કેટલો દંડ ભરવો પડશે? : લંડનના રસ્તાઓ પર પાન ખાઈને રસ્તા પર થૂંકતાં 2 ભારતીયોને ભારે પડ્યું! લાખોનો દંડ ફટકારાયો

કોણે કેટલો દંડ ભરવો પડશે?
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 12:49 PM IST

Indian Mens Spitting Paan London: લંડનના બ્રન્ટ વિસ્તારમાં જાહેર સ્થળોએ પાન થૂંકવું ભારતીય મૂળના બે પુરુષોને ખૂબ જ મોંઘું પડ્યું છે. અક્ષત કુમાર અને હિતેશ પટેલ પર કોર્ટે 1.72 લાખ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. લંડનમાં સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરવા અને કોર્ટમાં હાજર ન રહેવા બદલ આ ભારે દંડ કરવામાં આવ્યો છે.

વિદેશમાં નિયમોનું પાલન અનિવાર્ય

ભારતની સડકો પર લોકો પાન ખાઈને ગમે ત્યાં થૂંકી દેતા હોય છે, જે જોઈને લોકો મોઢું બગાડે છે પણ તે અહીં સામાન્ય ગણાય છે. પરંતુ વિદેશોમાં ઘણી જગ્યાએ પાન ખાઈને જાહેર રસ્તા પર થૂંકવું એ મોટો ગુનો છે, જેના માટે ગંભીર સજાની જોગવાઈ છે. બ્રિટનની રાજધાની લંડનના બ્રન્ટ વિસ્તારમાં બે ભારતીય મૂળના વ્યક્તિઓએ આ ભૂલ કરી હતી. બંને પર કુલ 1,300 પાઉન્ડ એટલે કે 1 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કોણે કેટલો દંડ ભરવો પડશે?

બ્રન્ટ કાઉન્સિલ દ્વારા મળેલી માહિતી મુજબ અક્ષત કુમાર (31 વર્ષ) એજવેરમાં રહેતા અક્ષત પર 11 જૂન, 2025ના રોજ કિંગ્સબરીમાં રસ્તા પર પાન થૂંકવાનો આરોપ હતો. નોર્થ વેસ્ટ લંડન મેજિસ્ટ્રેટ કોર્ટે તેમના પર 1,391 પાઉન્ડ (આશરે ₹1,72,000) નો દંડ લગાવ્યો છે. જ્યારે હિતેશ પટેલ (32 વર્ષ) રુઈસ્લિપમાં રહેતા હિતેશ પર 12 જૂન, 2025ના રોજ વેમ્બલી હિલમાં સડક પર પાન થૂંકવાનો આરોપ હતો. તેમના પર પણ કોર્ટે 1,391 પાઉન્ડનો દંડ ફટકાર્યો છે.

દંડની રકમ કેમ આટલી વધી ગઈ?

સામાન્ય રીતે લંડનમાં પાન થૂંકવા પરનો દંડ 100 પાઉન્ડ (આશરે ₹12,000) હોય છે. પરંતુ અક્ષત અને હિતેશ બંને સુનાવણી માટે કોર્ટમાં હાજર થયા નહોતા. તેમની ગેરહાજરીમાં માત્ર ગુનો સાબિત થયો એટલું જ નહીં, પણ કોર્ટના અપમાન અને બેદરકારી બદલ દંડની રકમમાં ધરખમ વધારો કરી દેવામાં આવ્યો.

પાનના ડાઘા સાફ કરવા સફાઈ કર્મચારીઓ માટે ખૂબ મુશ્કેલ હોય છે. લંડનમાં આ સમસ્યાથી કાઉન્સિલ પરેશાન છે, તેથી હવે અલગ-અલગ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવે છે જેથી જાહેર સ્થળોને ગંદા કરતા લોકોને પકડી શકાય.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now