Home International Vb G Ram G Youth Digital Campaign Youth For Viksit Bharat My Bharat

ગ્રામીણ યુવાનો માટે સુવર્ણ તક : ‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન’માં જોડાઓ, પ્રતિભા દેખાડો અને ઇનામ જીતો!

ગ્રામીણ યુવાનો માટે સુવર્ણ તક
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 05:44 AM IST

VB-G RAM G Youth Digital Campaign: કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયે MY Bharat પોર્ટલના સહયોગથી રાષ્ટ્રવ્યાપી ‘વીબી-જી રામ જી યુથ ડિજિટલ કેમ્પેન’ (VB-G RAM G Youth Digital Campaign) શરૂ કરી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગ્રામીણ વિકાસ, રોજગાર સર્જન અને સ્થાનિક આજીવિકાના કાર્યોમાં યુવાનોને ડિજિટલ માધ્યમથી જોડીને વિકસિત ભારતના નિર્માણમાં તેમને સક્રિય ભાગીદાર બનાવવાનો છે.

15 થી 29 વર્ષના તમામ ઉત્સાહી યુવાનો આ અભિયાનમાં ભાગ લઈ શકે છે. તારીખ 20 માર્ચ, 2026 સુધી MY Bharat અથવા MyGov પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરીને પોતાની સર્જનાત્મક પ્રતિભા દેખાડી શકાશે.

અભિયાન હેઠળની મુખ્ય સ્પર્ધાઓ

વીડિયો ચેલેન્જ (60 સેકન્ડ્સ ફોર માય વિલેજ – રીલ સ્પર્ધા)

ગામમાં થયેલા વિકાસ કાર્યો, આજીવિકા સંબંધિત પ્રયાસો અથવા ‘વિકસિત ભારત – જી રામ જી એક્ટ 2025’ની અસરને દર્શાવતો 30 થી 60 સેકન્ડનો પ્રભાવશાળી શોર્ટ વીડિયો/રીલ/એનિમેશન બનાવી MY Bharat પોર્ટલ પર અપલોડ કરવાનો રહેશે.

(ફાઈલ સાઈઝ મહત્તમ 25 MB, પોર્ટ્રેટ મોડમાં)

લોગો ડિઝાઇન સ્પર્ધા

‘વિકસિત ભારત – જી રામ જી એક્ટ 2025’ના ઉદ્દેશોને પ્રતિબિંબિત કરતું શ્રેષ્ઠ લોગો ડિઝાઇન કરનાર વિજેતા યુવાનને રૂ. 50,000નું આકર્ષક રોકડ ઇનામ અને ડિજિટલ પ્રમાણપત્ર આપવામાં આવશે.

ઓનલાઇન ક્વિઝ

‘વિકસિત ભારત – જી રામ જી એક્ટ 2025’ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ પર આધારિત 20 પ્રશ્નોના ઉત્તર આપીને સહેલાઈથી ડિજિટલ પ્રમાણપત્ર મેળવી શકાય છે.

આ કેમ્પેન માત્ર યુવાનોને ડિજિટલ પ્લેટફોર્મ જ નહીં, પરંતુ ગ્રામીણ ભારતની પ્રગતિની સાચી ગાથા દેશ સમક્ષ રજૂ કરવાની તક પણ આપે છે. વધુ માહિતી અને નોંધણી માટે MY Bharat (mybharat.gov.in) અથવા MyGov પોર્ટલની મુલાકાત લો અથવા તમારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા શાખાનો સંપર્ક કરો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now