Home International Chennai Super Kings Loss Of Crores To Just Before The Ipl This Australian Bowler Was Out Of The Entire Seaso

ચેન્નાઈ સુપર કિંગ્સને કરોડોનું નુકસાન : IPL પહેલા જ આ ઓસ્ટ્રેલિયન બોલર આખી સીઝનમાંથી બહાર, જાણો શું છે મહત્વપૂર્ણ કારણ?

ચેન્નાઈ સુપર કિંગ્સને કરોડોનું નુકસાન
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 01:53 PM IST

Nathan Ellis ruled out of the IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026) શરૂ થાય તે પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે માઠા સમાચાર આવ્યા છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર નાથન એલિસ ઈજાના કારણે સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે. ડેથ ઓવર્સના નિષ્ણાત ગણાતા એલિસની ગેરહાજરીથી CSKના બોલિંગ આક્રમણને મોટો ફટકો પડશે. CSKએ હરાજીમાં એલિસને 2 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, પરંતુ હેમસ્ટ્રિંગની ઈજાને કારણે તે હવે મેદાનમાં ઉતરી શકશે નહીં.

CEOએ કરી પુષ્ટિ

CSKના CEO કે.એસ. વિશ્વનાથને આ સમાચારની પુષ્ટિ કરી છે. સ્પોર્ટ્સસ્ટાર સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, 31 વર્ષીય ઓસ્ટ્રેલિયન બોલર નાથન એલિસ હેમસ્ટ્રિંગની ઈજા સામે ઝઝૂમી રહ્યો છે અને તે સમયસર ફિટ થઈ શકે તેમ નથી. વિશ્વનાથને ઉમેર્યું કે, "એલિસનું બહાર થવું ટીમ માટે મોટો આંચકો છે, કારણ કે તે ડેથ ઓવર્સમાં મહત્વની ભૂમિકા ભજવવાનો હતો. હવે અમે તેના વિકલ્પની શોધ કરી રહ્યા છીએ."

ચેન્નાઈની મુશ્કેલીઓમાં વધારો

છેલ્લા કેટલાક વર્ષોથી CSK ડેથ ઓવર્સમાં મથીશા પથિરાના પર નિર્ભર હતી, પરંતુ ગત સીઝનના નબળા પ્રદર્શન બાદ ફ્રેન્ચાઈઝીએ આ શ્રીલંકન બોલરને રીલીઝ કરી દીધો હતો. એવામાં નાથન એલિસ પર મોટી જવાબદારી હતી, પણ હવે મેનેજમેન્ટે વહેલી તકે નવો અસરકારક બોલર શોધવો પડશે.

કેમ્પમાં ખેલાડીઓનું આગમન

ઈજાના સમાચાર વચ્ચે એક રાહતના સમાચાર એ પણ છે કે વિદેશી ખેલાડીઓ ધીમે-ધીમે કેમ્પમાં જોડાઈ રહ્યા છે. CEOએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાની સ્થિતિની ખેલાડીઓના પ્રવાસ પર કોઈ અસર પડી નથી. નૂર અહેમદ પહેલેથી જ કેમ્પમાં પહોંચી ગયો છે, જ્યારે જેમી ઓવરટન આજે રાત સુધીમાં ચેન્નાઈ પહોંચે તેવી શક્યતા છે.

6ઠ્ઠા ટાઈટલની શોધમાં CSK

ચેન્નાઈ સુપર કિંગ્સ આ વખતે પોતાનું 6ઠ્ઠું આઈપીએલ ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ટીમે છેલ્લે 2023માં ખિતાબ જીત્યો હતો, પરંતુ છેલ્લા બે વર્ષથી ટીમ પ્લેઓફ સુધી પણ પહોંચી શકી નથી. નાથન એલિસની વિદાય બાદ હવે ફેન્સની નજર એ વાત પર છે કે CSK કયા નવા ખેલાડીને ટીમમાં સ્થાન આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now