Home International Maharashtras Epstein Scandal 58 Obscene Videos Political Upheaval From Baba Scanda

મહારાષ્ટ્રનો ‘એપસ્ટીન કાંડ’ : 58 અશ્લીલ વીડિયો અને ‘બાબા કાંડ’થી રાજકારણમાં ભૂકંપ, જાણો કઈ રીતે એક ફરિયાદથી ભાંડો ફૂટ્યો?

મહારાષ્ટ્રનો ‘એપસ્ટીન કાંડ’
Published by: OBS Bureau
Last Updated: Mar 19, 2026, 01:21 PM IST

Maharashtra Baba Sex Scandal: નાસિક પોલીસે સ્વયંભૂ જ્યોતિષી અને તાંત્રિક અશોક ખરાત ઉર્ફે કેપ્ટનની બળાત્કારના ગંભીર આરોપસર ધરપકડ કરી છે. આ કથિત સેક્સ સ્કેન્ડલને કારણે મહારાષ્ટ્રના રાજકારણમાં તોફાન મચી ગયું છે, જ્યાં આરોપીના અનેક મોટા નેતાઓ સાથેના કથિત સંબંધોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. દાવાઓ મુજબ, મુખ્યમંત્રી એકનાથ શિંદે, મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલ અને મહારાષ્ટ્ર મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકરના નામ પણ તેની સાથે જોડવામાં આવી રહ્યા છે. અશોક ખરાત પર અનેક મહિલાઓનું શોષણ અને બળાત્કારના ગંભીર આરોપો લાગ્યા છે. મામલો સામે આવતા જ વિપક્ષ સરકાર પર પ્રહારો કરી રહ્યો છે.

અશોક ખરાતના પગ ધોતી તસવીર વાયરલ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પહેલી તસવીર કોઈ સાધુ-સંતના સન્માન જેવી લાગે છે, જેમાં એક મહિલા આરોપી અશોક ખરાતના પગ ધોઈ રહી છે. પરંતુ આ મહિલા કોઈ સામાન્ય ભક્ત નથી, પરંતુ અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ રૂપાલી ચાકણકર છે. આ તસવીરે સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી દીધી છે. અશોક ખરાત પોતાને જ્યોતિષ શાસ્ત્રનો મોટો જ્ઞાની ગણાવતો હતો, પરંતુ જ્યારે તેની અસલિયત સામે આવી ત્યારે લોકોના હોશ ઊડી ગયા હતા. નાસિકમાં સામાન્ય લોકોની વચ્ચે અશોક ખરાતની છબી એક સંત જેવી હતી.

‘કેપ્ટન’ નામે જાણીતો હતો

67 વર્ષીય અશોક ખરાત પોતાને જ્યોતિષ શાસ્ત્ર અને અંકશાસ્ત્રના નિષ્ણાત ગણાવતા હતા. મર્ચન્ટ નેવીમાંથી નિવૃત્ત થયા હોવાને કારણે તેઓ ‘કેપ્ટન’ તરીકે જાણીતા હતા. ધાર્મિક આસ્થા, કથિત દૈવી શક્તિઓ અને મંત્ર-તંત્રના જોરે ખરાતે પોતાની આસપાસ ભક્તોની મોટી ફોજ ઊભી કરી હતી. આ પ્રભાવને કારણે મહારાષ્ટ્રના અનેક મોટા રાજકારણીઓ, સેલિબ્રિટીઓ અને ઉદ્યોગપતિઓ સાથે તેના ગાઢ સંબંધો બંધાયા હતા. પરંતુ આ પ્રતિષ્ઠા પાછળ એક કાળું સત્ય છુપાયેલું હતું. આરોપ છે કે તે પોતાના વગનો ફાયદો ઉઠાવીને મહિલાઓને ધમકાવતો અને તેમનું શોષણ કરતો હતો.

એક ફરિયાદથી ભાંડો ફૂટ્યો

આ સિલસિલો લાંબા સમયથી ચાલી રહ્યો હોવાનું કહેવાય છે, પરંતુ સાધુના વેશમાં છુપાયેલા આ ચહેરાનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક 35 વર્ષની મહિલાએ હિંમત ભેગી કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી. પીડિતાનો આરોપ છે કે ખરાતે પોતાની પાસે દૈવી શક્તિઓ હોવાનું જણાવી તેનો વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ પોતાની ઓફિસમાં બોલાવી નશીલો પદાર્થ આપી તેની સાથે અનેકવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટના 2022 થી 2025 વચ્ચે બની હોવાનું કહેવાય છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આ કથિત ઢોંગી બાબાની ધરપકડ કરી હતી, પરંતુ તપાસમાં જે ખુલાસા થયા તેણે મામલાને વધુ સનસનીખેજ બનાવી દીધો છે.

અત્યાર સુધીમાં 58 વાંધાજનક વીડિયો મળ્યા

તપાસ દરમિયાન પોલીસે આરોપી પાસેથી એક પેન ડ્રાઈવ જપ્ત કરી છે, જેમાં અત્યાર સુધીમાં 58 વાંધાજનક વીડિયો હોવાની વાત સામે આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વીડિયોમાં કેટલીક જાણીતી મહિલાઓ અને સેલિબ્રિટીઓ હોવાની આશંકા છે, જેની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. આ ખુલાસા બાદ મામલો વધુ સંવેદનશીલ બન્યો છે. બીજી તરફ, અશોક ખરાતની ધરપકડ બાદ રાજ્યના રાજકારણમાં પણ હલચલ તેજ થઈ ગઈ છે. આરોપીની કેટલીક તસવીરો મુખ્યમંત્રી એકનાથ શિંદે અને રૂપાલી ચાકણકર સાથે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

કરોડોની સંપત્તિ અને 24 માર્ચ સુધી રિમાન્ડ

આ મુદ્દે વિપક્ષે સરકાર સામે મોરચો ખોલ્યો છે. કોંગ્રેસે જ્યાં રૂપાલી ચાકણકરના રાજીનામાની માંગ કરી છે, ત્યાં ઉદ્ધવ ઠાકરે જૂથે આને મહારાષ્ટ્રની “એપસ્ટીન ફાઈલ” ગણાવી સરકાર પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. મામલો ઉગ્ર બનતો જોઈ સરકારે આ સમગ્ર પ્રકરણની તપાસ માટે SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી છે. પોલીસ આરોપીની મિલકતોની પણ તપાસ કરી રહી છે, જે અલગ-અલગ શહેરોમાં ફેલાયેલી છે અને તેની કિંમત કરોડોમાં હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. હાલમાં અદાલતે આરોપીને 24 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now