શું તમે કલ્પના કરી શકો છો કે વિશ્વનો સૌથી મોટો ખજાનો સમુદ્રોમાં છુપાયેલો છે? વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ પૃથ્વીના દરિયાઓમાં લગભગ 20 મિલિયન ટન સોનું ઓગળેલું છે. જો આ સોનું બહાર કાઢી શકાય, તો તેની કિંમત ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે.
સોનું સમુદ્ર સુધી કેવી રીતે પહોંચ્યું?
કુદરતી પ્રક્રિયાઓ જ આ પાછળનું મુખ્ય કારણ છે.
જમીન ધોવાણ: ખડકો તૂટતા અને વરસાદ-નદીઓના વહેણથી સોનું ધીમે ધીમે દરિયામાં પહોંચી જાય છે.
હાઇડ્રોથર્મલ વેન્ટ્સ: ટેક્ટોનિક પ્લેટોની હલચલ દરમિયાન સમુદ્રની તળિયેથી ગરમ પ્રવાહી સાથે સોનાનો ભાગ બહાર પડે છે.
પાણીમાંથી સોનું કાઢવાનો પડકાર
દર 100 મિલિયન મેટ્રિક ટન દરિયાઈ પાણીમાં ફક્ત એક ગ્રામ સોનું જ મળે છે. એટલે કે, એક લિટર પાણીમાં 1 નેનોગ્રામથી પણ ઓછું સોનું છે.
1941માં Nature જર્નલમાં ઇલેક્ટ્રોકેમિકલ પદ્ધતિનો ઉલ્લેખ થયો હતો, પરંતુ તેનો ખર્ચ સોનાની કિંમત કરતાં પાંચ ગણો વધુ હતો.
2018માં Journal of the American Chemical Society માં એક એવી સામગ્રીની વાત કરવામાં આવી કે જે સ્પોન્જની જેમ સોનાને શોષી લે છે. તેમ છતાં, આ ટેક્નોલોજીને વ્યાપક સ્તરે નફાકારક બનાવવા માટે મોટો પડકાર છે.