logo-img
Happy Birthday Prime Minister Modi Numerology Modi Megic Number

સંઘર્ષથી સત્તાના શિખર સુધી મોદી સાથે જોડાયેલો રહ્યો ખાસ નંબર : જાણો મોદીના મેજિક નંબરની અનોખી કહાની

સંઘર્ષથી સત્તાના શિખર સુધી મોદી સાથે જોડાયેલો રહ્યો ખાસ નંબર
Published by: Offbeat Team
| Last Updated: Sep 17, 2025, 06:09 AM IST

ભદ્રેશકુમાર મિસ્ત્રી, અમદાવાદઃ અનેક વિરોધના વંટોળની વચ્ચે સતત ત્રીજીવાર ભારત દેશના પ્રધાનમંત્રી તરીકે સત્તાના શિખર પર બિરાજમાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે. આજે 17 સપ્ટમ્બર 2025ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની જીવનયાત્રાના 75 વર્ષ પૂર્ણ કરીને 76માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. નોટબંધીથી લઈને પાકિસ્તાનના આતંકી અડ્ડાઓનો ખાતમો બોલાવવા માટે હાથ ધરાયેલું ભારતીય સેનાનું ઓપરેશન સિંદૂર પ્રશાસક તરીકે નરેન્દ્ર મોદીનો દરેક સ્ટેપ હંમેશા સૌ કોઈને ચોંકાવનારો અને બોલ્ડ રહ્યો છે. સીએમથી લઈને પીએમ પદના સફર સુધી નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વની આ સૌથી મોટી ખાસિયત રહી છે. તેમને જે કરવું હોય તે એ જ કરે છે. તે ક્યારેય કોઈના કહેવાથી કે કોઈના દબાણવશ કોઈ નિર્ણય લેતા નથી. આ બધામાં તેમની સાથે એક અંક જોડાયેલો છે.
કેમ પ્રધાનમંત્રી મોદી કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલાં સહેજ પણ ખચકાતા નથી? તેની પાછળ છે નંબર- 8 નો મેજિક. જાણો કઈ રીતે મોદીનો આ મેજિક નંબર તેમના મેજિકમાં સતત વધારો કરી રહ્યો છે...17 સપ્ટેમ્બર 1950ના રોજ પ્રધાનમંત્રી મોદીનો જન્મ ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલાં વડનગરમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. જોકે, તેમના જીવન સાથે સંકળાયેલાં એક અંકના કારણે તેમનું જીવન અને ભારતનું ભવિષ્ય બદલાઈ ગયું. પ્રધાનમંત્રી મોદી વિશે એકદમ અજાણી વાતો નો આ એક્સક્લુસિવ અહેવાલ વાંચો...નરેન્દ્ર મોદીના નામ સહિત તેમની સાથે 8 નો અંક ગજબ રીતે સંકળાયેલો છે. 8 ના અંક સાથે મોદીજીનો ગજબનો સંયોગ જોડાયેલો છે. 8 નો અંક મોદીનો લકી ચાર્મ બની ગયો છે. જાણો કઈ રીતે 8 નો અંક બદલતો રહ્યો છે મોદીનો મેજિક...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મ તારીખ હોય, તેમનું નામ હોય, તેઓ ગુજરાતમાં હતા ત્યારે તેમનો તત્કાલિન વિધાનસભા મતવિસ્તાર હોય, તેઓ સીએમ હતા ત્યારે તેમની તત્કાલિન ગાડીઓનો કાફલો હોય, તેમણે જેતે સમયે ગુજરાતમાં લાગુ કરેલી વિવિધ યોજનાઓ હોય, કે કપરાં સમયમાં તેમણે સીએમ તરીકે લીધેલી શપથની તારીખ હોય...આ દરેકમાં ક્યાંકને ક્યાંક 8 ના અંકનો ગજબનો સંયોગ જોવા મળે છે. 8 નો આ મેજિક મોદીનો મેજિક વધારે છે એવું કહેવું પણ અતિશ્યોક્તિ ભર્યું નથી. જ્યોતિષ શાસ્ત્ર અને અંક શાસ્ત્ર મુજબ પણ 8 એ શનિનો કારક છે. આ અંકના જાતકો ખુબ જ પાવરફૂલ હોય છે. તેઓ કોઈપણ બોલ્ડ સ્ટેપ લેતા ડરતા નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો મુળાંક પણ 8 છે. તેથી જ પ્રધાનમંત્રી મોદી પણ નોટબંધી હોય કે સર્જિકલ સ્ટ્રાઈક કે, પાકિસ્તાનના આતંકી અડ્ડાઓનો ખાતમો કરનારું સેનાનું ઓપરેશન સિંદૂર તેઓ કોઈપણ મોટો નિર્ણય લેતા સહેજ પણ ખચકાયા નથી. તમે જોયું હોય તો પીએમ મોદી હંમેશા તેમના હાથમાં કાળા રંગનો એક દોરો પણ પહેરી રાખે છે, આ દોરો પણ શનિદેવનો છે.

જ્યોતિષ શાસ્ત્રોમાં 8 નો અંકઃ

જ્યોતિષ શાસ્ત્રીઓ પણ જણાવે છેકે, 8 એ મૂળ શનિનો કારક છે. તેથી 8 નો અંક ધરાવતા જાતકો ખુબ દબંગ સ્વભાવના હોય છે. તેઓ કોઈના પર વિશેષ ભરોસો રાખતા નથી, તેઓ પોતે જ હંમેશા તમામ નિર્ણયો લેતા હોય છે. તેઓ કોઈપણ મોટો નિર્ણય લેતાં સહેજ પણ ખચકાતા નથી.
8 ના અંકનું અનોખું અંકશાસ્ત્રઃ

મોદીરાજમાં 8 સૌથી મોટી સિદ્ધિઓઃ

1) ભારતમાં નોટબંધી

2) કોરોના પર કાબૂ

3) અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ

4) જમ્મુ-કશ્મીરમાંથી કલમ 370 હટાવી

5) ત્રિપલ તલાકને દૂર કરવા કાયદો

6) મધ્યમ વર્ગને ટેક્સમાંથી રાહત

7) ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યું ભારત

8) પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર

મોદીરાજના 8 મેગા પ્રોજેક્ટઃ

1) Central Vista

2) IMT Highway

(India-Myanmar-Thailand International Highway

3) Ganga Expressway

4) Manipur Tallest Pier Bridge

5) Mumbai Ropeway Project

6) 17 Ethanol Plants

7) New Pamban Bridge

8) Mumbai to Dubai Train
મોદીના 8 સૌથી મોટા સરકારી સુધારાઃ

1) જીડીપી ગ્રોથ રેટ

2) ડિજિટલ ઇન્ડિયા

3) સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ

4) શિક્ષણ અને કૌશલ વિકાસ

5) આરોગ્ય સેવાઓમાં સુધારો

6) ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ

7) સવચ્છ ભારત અભિયાન

8) આત્મનિર્ભર ભારત

મોદીના રાજમાં ગુજરાતમાં બન્યા 8 સૌથી અદભુત ઈન્ફ્રાસ્ટ્રક્ચરઃ

1) અમદાવાદમાં બનેલું વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ

2) નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે બનેલી દુનિયાની સૌથી ઉંચી સરદારની પ્રતિમા

3) વડોદરામાં એરક્રાફ્ટ બનાવવાના પ્લાન્ટનો પ્રારંભ

4) ગાંધીનગરમાં નિર્માણ પામેલું ગિફ્ટ સીટી

5) સુરતમાં બનેલું ડાયમંડ બુર્સ

6) દ્વારકાથી બેટ દ્વારકાને જોડતો સુદર્શન સેતુ

7) કચ્છનું સ્મૃતિવન

8) ગાંધીનગરનું મહાત્મા મંદિર
જન્મની તારીખઃ

17 સપ્ટેમ્બર 1950માં ગુજરાતના વડનગર ખાતે જન્મેલા નરેન્દ્ર મોદીની જન્મ તારીખનો સરવાળો પણ 8 થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જન્મ તારીખ 17 છે. 1 અને 7 નો સરવાળો 8 થાય છે.

નામમાં 8:

અંગ્રેજીમાં Narendra નામમાં કુલ મૂળાક્ષર 8 થાય છે. જ્યારે ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદી એમ આખું નામ પણ 8 અક્ષરોથી બને છે.

તત્કાલિન મતવિસ્તારનો પીનકોડઃ

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો વિધાનસભા મતવિસ્તાર મણીનગર હતો. મણીનગરનો પીક કોડ નંબર પણ 8 હતો.

તત્કાલિન મતવિસ્તારનો વિધાનસભા બેઠક ક્રમાંકઃ

મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે તે અમદાવાદની મણીનગર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા હતાં. મણીનગરનો વિધાનસભા બેઠક ક્રમામ 53 હતો. જેમાં 5 અને 3 નો સરવાળો પણ 8 થાય છે.
PM Modi only repackaging old schemes: Congressવિપરિત સંજોગોમાં 8 નો અંક હંમેશા રહ્યો મોદીની સાથેઃ (શપથવિધિની તારીખનો સરવાળો)

વર્ષે 2012ના ડિસેમ્બર 26 ના રોજ મોદીએ ચોથીવાર ગુજરાતના સીએમ તરીકે શપથ લીધાં હતાં. શપથવિધિ માટે પણ તેમણે આ તારીખ પસંદ કરી હતી. કારણકે, વિપરિત પરિસ્થિતિઓમાં તે સમયે પણ 8નો આંક તેમની સાથે હતો. 26નો આંકડો એટલે 2 + 6 = 8. આ રીતે વિપરિત સંજોગોમાં પણ તે સમયે મોદી ફરી એકવાર વિધાનસભાની ચૂંટણીમાં બહુમત હાંસલ કરીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટણી આવ્યાં હતાં.

મોદી સીએમ હતા ત્યારે તેમના કોન્વોયમાં 8 નો દબદબોઃ

નરેન્દ્ર મોદી ગુજરાતના સીએમ હતા ત્યારે તેઓના કોન્વોયમાં પણ 8 ના અંક નો દબદબો જોવા મળતો હતો. તે સમયે તેમની ઝેડ પ્લસ સિક્યુરીટીમાં કુલ 17 ગાડીઓનો કાફલો હતો. 1 અને 7 નો સરવાળો પણ 8 થાય છે. આ ઉપરાંત તેઓની સ્પેશિયલ કોન્વોય કે જેમાં તેઓ પોતે બેસતા હતા, તેવી સ્કોર્પિયો ગાડીઓની કોન્વોયમાં પણ 8 સિક્યુરિટી ગેજેટ્સથી સજ્જ ગાડીઓનો કાફલો હતો.
Through Smiles, Silence & Sweets: The Unspoken Bond Between PM Modi and  Vijay Rupani | Mediaeye Newsમોદીનો બંગલા નંબરઃ

નરેન્દ્ર મોદી જ્યારે ગાંધીનગરમાં મંત્રી નિવાસસ્થાનમાં રહેતા હતા તે સમયે મોદીજીના બંગલાનો નંબર 26 હતો. જેનો સરવાળો પણ 8 થાય છે.

સીએમ તરીકે તેમની આ 8 યોજનાઓ ખુબ સફળ રહીઃ

કૃષિ મહોત્સવ, ચિરંજીવી યોજના, માતૃવંદના, અમૃતમ મા કાર્ડ, શાળા પ્રવેશોત્સવ, બેટી બચાઓ-બેટી પઢાઓ, કર્મયોગી યોજના, જ્યોતિગ્રામ યોજના સહિત આ 8 યોજનાઓએ નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે વિશેષ નામના અપાવી.

LK Advani, PM Modi, Amit Shah's old photo goes viral on BJP Foundation Dayમોદીના મહોત્સવમાં 8 નો જાદુઃ

નરેન્દ્ર મોદીએ મોટા ભાગે જે મહોત્સવનું આયોજન કર્યું તેનું નામ પણ 8 અક્ષરોનું જ હતું. ખાસ કરીને ગુજરાતમાં વાઈબ્રન્ટ નવરાત્રિ, કાંકરિયા કાર્નિવલ, વાઈબ્રન્ટ ગુજરાત, કાઈટ ફેસ્ટિવલ, કચ્છ રણોત્સવ સહિતના કાર્યક્રમોના નામો પણ 8 મૂળાઅક્ષરોના જ છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now