Home International 6 Muslim Countries Including Saudiarabia Gave An Ultimatum To Iran

હવે જામશે ખરાખરીનો જંગ! : ‘હુમલા રોકો અથવા અંજામ ભોગવો’, સાઉદી અરેબિયા સહિત આ 6 મુસ્લિમ દેશોએ ઈરાનને આપ્યું અલ્ટીમેટમ

Iran US talks
Published by: Viral Patel
Last Updated: Mar 26, 2026, 12:00 PM IST

Iran US talks: મિડિલ ઈસ્ટમાં વધતા તણાવની વચ્ચે સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, સંયુક્ત આરબ અમીરાત (UAE), બહેરીન અને જોર્ડને સંયુક્ત રીતે એક ખુલ્લો પત્ર જાહેર કર્યો છે. આ પત્રમાં ઈરાન અને તેના પ્રોક્સી ગ્રુપો દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓની સખત નિંદા કરવામાં આવી છે અને ચેતવણી આપી છે કે તેઓ હવે આવા હુમલાઓ સહન કરશે નહીં.

આ દેશોએ તેમના સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, ઈરાન દ્વારા પ્રત્યક્ષ રીતે અથવા તેના સમર્થિત પ્રોક્સી ગ્રુપો અને સશસ્ત્ર જૂથો દ્વારા કરવામાં આવતા હુમલાઓ સંયુક્ત રાષ્ટ્ર (UN) ચાર્ટરની વિરુદ્ધ છે. આ હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદા, આંતરરાષ્ટ્રીય માનવીય કાયદા અને પ્રાદેશિક દેશોની સાર્વભૌમત્વ તેમજ પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

ઈરાકની ધરતીનો ઉપયોગ બંધ થાય

ખાડી દેશોએ પોતાના પત્રમાં ઈરાક સાથેના જૂના અને મજબૂત સંબંધોનો ઉલ્લેખ કરતા એક મોટી માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે, ઈરાકની ધરતી પરથી સક્રિય મિલિશિયા અને સશસ્ત્ર જૂથો દ્વારા જે હુમલા કરવામાં આવી રહ્યા છે તેને તાત્કાલિક બંધ કરવામાં આવે. આ સીધો ઈશારો તે જૂથો તરફ છે જેમને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે. આ દેશોએ ઈરાક સરકારને પણ અપીલ કરી છે કે તેઓ પોતાની ભૂમિ પરથી થતા આવા હુમલાઓને રોકવા માટે જરૂરી પગલાં ભરે, જેથી પ્રાદેશિક સંબંધો જળવાઈ રહે અને વધતા તણાવને અટકાવી શકાય.

આત્મરક્ષા માટે એકજૂથ થવાની ચેતવણી

આ પત્રની સૌથી મહત્વની બાબત ‘આત્મરક્ષાના અધિકાર’નો ઉલ્લેખ છે. આ 6 દેશોએ સ્પષ્ટ કરી દીધું છે કે જો હુમલાઓ નહીં અટકે, તો તેઓ UN ચાર્ટર હેઠળ પોતાની સુરક્ષા માટે વ્યક્તિગત રીતે અથવા 'સામૂહિક' રીતે વળતો પ્રહાર કરતા અચકાશે નહીં. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, પોતાની સાર્વભૌમત્વ, સુરક્ષા અને સ્થિરતાના રક્ષણ માટે તમામ જરૂરી પગલાં લેવાનો તેમને અધિકાર છે. આ દેશોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા તેમના માટે અત્યંત મહત્વની છે અને કોઈપણ પ્રકારની અસ્થિરતા કે આતંકવાદી ગતિવિધિઓને સાંખી લેવામાં આવશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
શું ફરી એકવાર દેશમાં કંઈક મોટું થવાનું છે?
ભારતના પરમ મિત્ર રશિયાના નિર્ણયથી ભારતની ચિંતા વધી
બાંગ્લાદેશમાં ભયાનક દુર્ઘટના
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો મોટો નિર્ણય