logo-img
Toyota Hilux Ev To Be Launched Know Its Price Range And Battery Information

Toyota Hilux EV થશે લોન્ચ : આ ઇલેક્ટ્રિક પિકઅપ ટ્રક એક ચાર્જ પર કેટલા કિલોમીટરની રેન્જ આપે છે?

Toyota Hilux EV થશે લોન્ચ
Published by: Offbeat Team
| Last Updated: Nov 11, 2025, 12:55 PM IST

New Toyota Hilux EV Range And Price: ટોયોટાએ નવી જનરેશનની Hilux પિકઅપ ટ્રકને આ વર્ષના અંત સુધીમાં લોન્ચ કરશે. આ નવી જનરેશનના મોડલમાં નવી સ્ટાઇલ અને ઇન્ટિરિયર છે. આ પિકઅપ ટ્રક ફુલ્લી ઇલેક્ટ્રિક પાવરટ્રેન સાથે આવે છે. ટોયોટાએ આ મોડલમાં ઘણી નવા ફીચર સામેલ કર્યા છે. આ ઇલેક્ટ્રિક કાર ડ્યુઅલ મોટર સેટઅપ સાથે આવે છે, જે એક જ ચાર્જ પર વધુ સારી રેન્જ આપવાનો દાવો કરે છે.

નવી Toyota Hilux ની પાવર

ટોયોટાનો આ નવો પિક-અપ ટ્રક IMV બોડી-ઓન-ફ્રેમ પ્લેટફોર્મ પર આધારિત છે. ટોયોટા માટે આ પહેલું બોડી-ઓન-ફ્રેમ વાહન છે. ટોયોટા હિલક્સનું આ નવું મોડલ EV પાવરટ્રેન સાથે આવે છે, જેમાં 59.2 kWh બેટરી પેક છે, જે આગળ અને પાછળની મોટર્સ સાથે જોડાયેલ છે. આ પિક-અપ ટ્રક ફુલ-ટાઇમ AWD સાથે આવે છે, જે આગળના એક્સલ પર 205Nm ટોર્ક અને પાછળના એક્સલ પર 268.6Nm ટોર્ક જનરેટ કરે છે.

Toyota Hilux EV ચાર્જિંગ પાવર

Toyota Hilux EV પિક-અપ ટ્રક એક જ ચાર્જ પર 240 કિલોમીટરનું અંતર કાપી શકે છે. આ પિક-અપ ટ્રકની પે-લોડ કેપેસિટી 715 કિલો છે. તેની ટોઇંગની ક્ષમતા 1,600 કિલો છે. ટોયોટાએ આ EV પિક-અપ ટ્રકને શ્રેષ્ઠ ચાર્જિંગ ફીચર સાથે લોન્ચ કર્યો છે. ટોયોટા હાઇલક્સની ઓન-રોડ કિંમત 33.22 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને તેના ટોપ-એન્ડ મોડલ માટે 41.90 લાખ રૂપિયા સુધી જાય છે.

પેટ્રોલ પાવરટ્રેન વિકલ્પમાં પણ સામેલ છે

ટોયોટા હિલક્સ EV પાવરટ્રેન ઉપરાંત, તે પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથે પણ આવે છે. આ પિક-અપ ટ્રકમાં 2.7 લિટર પેટ્રોલ અને 2.8 લિટર ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ છે. ફોર્ચ્યુનર નીઓ ડ્રાઇવમાં 48V માઇલ્ડ હાઇબ્રિડ સેટઅપ પણ છે જે એન્જિનને એક્સિલરેશન દરમિયાન મદદ કરે છે. ટોયોટા આગામી સમયમાં હાઇડ્રોજન સંચાલિત Hilux EV પણ લોન્ચ કરવા જઈ રહી છે. આ ટોયોટા પિક-અપ ટ્રકનું હાઇડ્રોજન વર્ઝન 2028 માં લોન્ચ થશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now