આજકાલનું તણાવ ભર્યું જીવન, ખરાબ, લાઇફસ્ટાઇલ અને ખોરાકના કારણે આપણી સ્કીન નાની ઉંમરે જ વૃદ્ધ દેખાવા લાગે છે. સમય પહેલા ફાઇન લાઇન્સ, કરચલીઓ, ઢીલી સ્કીન અને બેજાન જેવી અસર આપના ચહેરા પર સ્પષ્ટ જોવા મળે છે. એવામાં અમુક સરળ ટિપ્સ ફોલો કરીને સ્કીનને વધુ હેલ્ધી રાખી શકશો.
આપણી ડાયટની સીધી અસર આપણી સ્કીન પર પડે છે. અહીં આપણે અમુક એવી ચીજો વિશે જાણીશું કે જેને તમે પોતાની ડાયટમાં સામેલ કરીને સમય કરતાં વહેલી સ્કીનને વૃદ્ધ થવાથી અટકાવી શકો છો.
પાણીનું સેવન વધારો
ચહેરાને સુંદર બનાવવા માટે પાણી સૌથી મહત્વપૂર્ણ છે. પાણી તમારી સ્કીનને હાઇડ્રેટ રાખે છે અને ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેથી, પુષ્કળ પાણી પીવાથી તમારી સ્કીન યુવાન રહે છે.
ફળોનું સેવન વધારવું
સફરજન, સંતરા, મોસંબી, જામફળ જેવા ફળો વિટામિન, મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે જે શરીરને હેલ્ધી રાખવામાં મદદ કરે છે અને સ્કીનને યુવાન પણ બનાવે છે.
દરરોજ બેરી ખાઓ
બેરી, સ્ટ્રોબેરી, બ્લેકબેરી, બ્લૂબેરી, રાસબેરી અને સ્ટ્રોબેરી એન્ટીઑકિસડન્ટથી ભરપૂર હોય છે જે ત્વચાને મુક્ત રેડિકલથી થતા નુકસાનથી બચાવે છે. ફ્રી રેડિકલ સ્કીનને સમય કરતાં વહેલા વૃદ્ધત્વનું કારણ બને છે અને ઘણા ક્રોનિક રોગોનું જોખમ પણ વધારે છે.
લીલા પત્તાદાર શાકભાજી ખાવા
મેથી, પાલક, કેળ જેવા લીલા શકભાજીમાં વિટામિન A, C, E અને ફોલેટ જેવા ઘણા પોષક તત્વો હોય છે જે સ્કીનને અંદરથી પોષણ આપે છે અને તેને જવાન રાખવામાં મદદ કરે છે.