ભારતીય બજારમાં કોમ્પેક્ટ SUV સેગમેન્ટ ઝડપથી વધી રહ્યું છે. ઘણી મોટી કંપનીઓ 2025 ના બાકીના મહિનાઓ અને આવતા વર્ષની શરૂઆતમાં આ સેગમેન્ટમાં નવા મોડલ અને અપડેટેડ વર્ઝન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. તેમાં સૌથી વધુ લોકપ્રિય Maruti Suzuki Fronx Hybrid, નવી Hyundai Venue અને Tata Punch Facelift છે.
Maruti Suzuki Fronx Hybridભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી 2025 માં તેની લોકપ્રિય SUV Fronx નું હાઇબ્રિડ વર્ઝન લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ કારમાં 1.2-લિટરનું Z12E પેટ્રોલ એન્જિન, 1.5-2kWh બેટરી પેક અને ઇલેક્ટ્રિક મોટર સાથે હાઇબ્રિડ (HEV) માં આવશે. તેની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે 35kmpl થી વધુ માઇલેજ આપવાનો દાવો કરે છે. જે તેને સેગમેન્ટમાં સૌથી સારી SUV બનાવે છે. ફીચર્સ વિશે વાત કરીએ તો, તેમાં લેવલ 1 ADAS, 6 એરબેગ્સ, 360-ડિગ્રી કેમેરા અને સનરૂફ મળવાની અપેક્ષા છે. તેની ડિઝાઇનમાં નાના ફેરફારો થશે, જેમ કે નવી ગ્રિલ, અપડેટેડ હેડલેમ્પ્સ અને વધુ સારું કેબિન લેઆઉટ. તેની સંભવિત કિંમત 8 લાખ રૂપિયાથી 13 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) હશે.
Hyundai Venue 2025Hyundai 2025 ના અંત સુધીમાં તેની લોકપ્રિય કોમ્પેક્ટ SUV Venue નું નવું મોડલ લોન્ચ કરવાની યોજના કરી રહી છે. તેમાં સ્પ્લિટ હેડલેમ્પ્સ, પેરામેટ્રિક ગ્રિલ અને કનેક્ટેડ LED ટેલલેમ્પ્સ સાથે નવી બોક્સી ડિઝાઇન મળશે, જે તેને વધુ પ્રીમિયમ લુક આપશે. હાલના એન્જિન વિકલ્પો (1.2L પેટ્રોલ, 1.0L ટર્બો પેટ્રોલ અને 1.5L ડીઝલ એન્જિન) રહેશે. જો કે, લેવલ 2 ADAS, 360-ડિગ્રી કેમેરા, વેન્ટિલેટેડ સીટ્સ અને 10.25-ઇંચ ડ્યુઅલ ડિસ્પ્લે જેવી અદ્યતન સુવિધાઓ તેમાં ઉમેરી શકાય છે. તેના કેબિનને પણ ફરીથી ડિઝાઇન કરવામાં આવશે, જેમાં નવું ડેશબોર્ડ અને અપડેટેડ અપહોલ્સ્ટરી જોવા મળશે. કિંમત વિશે વાત કરીએ તો, નવા Venue ની કિંમત 7.5 લાખ રૂપિયાથી 13 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ની વચ્ચે હોઈ શકે છે.
Tata Punch Facelift – EVTata Motors કંપની દિવાળી 2025 પહેલા તેની સૌથી વધુ વેચાતી SUV Punch નું ફેસલિફ્ટ મોડલ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ વખતે Punch માં EV વર્ઝનથી પ્રેરિત ડિઝાઇન મળશે, જેમાં નવા LED DRLs, સ્લિમ હેડલેમ્પ્સ અને ફરીથી ડિઝાઇન કરેલા બમ્પર્સ હશે. ઇન્ટિરિયરમાં ટુ-સ્પોક સ્ટીયરિંગ વ્હીલ, મોટી ટચસ્ક્રીન, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ટચ-આધારિત HVAC કંટ્રોલ જેવા ફીચર્સ હશે. પંચ ફેસલિફ્ટમાં 1.2L નું 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન અને CNG વર્ઝન હશે જેમાં કોઈ યાંત્રિક ફેરફાર થશે નહીં. તેની કિંમત 6 લાખ રૂપિયાથી 10 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) ની વચ્ચે રહેવાની ધારણા છે.