ભારતમાં વાહન કંપનીઓ સમયાંતરે તેમની કાર અપડેટ કરે છે અને નવા મોડલ્સ લોન્ચ પણ કરે છે. આવનારા સપ્ટેમ્બર મહિને અનેક મોટી કંપનીઓ પોતાની નવી કાર રજૂ કરવાની તૈયારીમાં છે.
Maruti Escudo – 3 સપ્ટેમ્બર
દેશની અગ્રણી ઓટોમોબાઈલ કંપની મારુતિ સુઝુકી 3 સપ્ટેમ્બરે નવી મધ્યમ કદની SUV મારુતિ એસ્કુડો લોન્ચ કરશે. આ SUV મારુતિની એરેના ડીલરશીપ મારફતે ઓફર કરવામાં આવશે.
CITROEN બેસાલ્ટ EX – 5 સપ્ટેમ્બર
ફ્રેન્ચ કાર કંપની સિટ્રોએન 5 સપ્ટેમ્બરે તેની કૂપે SUVનું નવું વર્ઝન બેસાલ્ટ EX લોન્ચ કરશે. કંપની ભારતમાં હેચબેકથી SUV સેગમેન્ટ સુધી કાર વેચે છે અને આ મોડલ તેને વધુ મજબૂત સ્થાન આપશે.
VINFAST VF6 અને VF7 – 6 સપ્ટેમ્બર
ઇલેક્ટ્રિક વાહન કંપની વિનફાસ્ટ 6 સપ્ટેમ્બરે એકસાથે બે નવી SUV લોન્ચ કરશે – VF6 અને VF7. બંને SUVમાં અનેક આધુનિક સુવિધાઓ મળશે અને કંપની ભારતીય EV માર્કેટમાં પોતાની હાજરી મજબૂત કરવાની કોશિશ કરશે.
MAHINDRA THAR ફેસલિફ્ટ – તારીખ જાહેર નથી
દેશી કંપની મહિન્દ્રા તેની લોકપ્રિય SUV થારનું ફેસલિફ્ટ વર્ઝન સપ્ટેમ્બર મહિનામાં લોન્ચ કરશે. હાલ તેની ચોક્કસ તારીખ જાહેર નથી. નવા ફેસલિફ્ટમાં થાર રોક્સ જેવા ડિઝાઇન અપડેટ્સ અને નવા ફીચર્સ મળશે.
VOLVO EX30 – સૌથી સસ્તી ઇલેક્ટ્રિક SUV
સ્વીડિશ કાર ઉત્પાદક વોલ્વો પણ સપ્ટેમ્બર મહિનામાં તેની નવી EX30 લોન્ચ કરવાની યોજના ધરાવે છે. કંપનીનો દાવો છે કે આ તેની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક SUV રહેશે. જો કે, તેની લોન્ચ તારીખ હજી નક્કી કરવામાં આવી નથી.