logo-img
These 5 Cheapest 7 Seater Diesel Suvs From Mahindra Bolero To Tata Safari

Mahindra Bolero થી Tata Safari સુધીની આ 5 સૌથી સસ્તી 7 સીટર ડીઝલ SUVs : જાણો આ કારના એન્જિન અને પાવર વિશે

Mahindra Bolero થી Tata Safari સુધીની આ 5 સૌથી સસ્તી 7 સીટર ડીઝલ SUVs
Published by: Offbeat Team
| Last Updated: Oct 08, 2025, 12:41 PM IST

Some Great 7 Seater Diesel SUVs: ભારતમાં મોટા પરિવારો માટે 7 સીટર SUV હંમેશા પ્રિય પસંદગી રહી છે. જ્યારે આખું પરિવાર સાથે મુસાફરી કરવા માંગે છે, ત્યારે તેમને આરામદાયક, સેફ અને અફોર્ડેબલ વાહનની જરૂર હોય છે. આજે, કડક સુરક્ષા ધોરણોને કારણે કેટલાક જૂના મોડલો બંધ કરવામાં આવ્યા હોવા છતાં, બજારમાં હજુ પણ કેટલીક શાનદાર 7 સીટર ડીઝલ SUV છે જે 15 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં શાનદાર પ્રદર્શન આપે છે.

Mahindra Bolero અને Bolero Neoમહિન્દ્રા બોલેરો લાંબા સમયથી ભારતીય રસ્તાઓ પર વિશ્વસનીયતાનું પ્રતીક રહી છે. તેની મજબૂતાઈ અને ઓછી જાળવણી તેને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં લોકપ્રિય બનાવે છે. બોલેરોનું 1.5 લિટર ડીઝલ એન્જિન પાવરફૂલ અને ફ્યુલ-એફિશિયન્ટ છે. તે બોલેરો નીઓ સાથે પણ આવે છે, જે બોલેરોનું મોર્ડન વર્ઝન છે. તેમાં સ્ટાઇલિશ લુક અને વધુ આરામદાયક કેબિન આપવામાં આવ્યું છે. જો તમે મજબૂત અને વિશ્વસનીય SUV શોધી રહ્યા છો, તો બોલેરો એક શ્રેષ્ઠ વિકલ્પ છે.

Mahindra Scorpio Classicમહિન્દ્રા સ્કોર્પિયો ક્લાસિક એ લોકો માટે પસંદગી છે જેઓ શ્રેષ્ઠ પર્ફોર્મન્સ અને મજબૂત ડિઝાઇનને પ્રાથમિકતા આપે છે. તે 2.2 લિટર mHawk ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 130hp ઉત્પન્ન કરે છે. તેનું 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ તેને લાંબી મુસાફરી માટે આદર્શ બનાવે છે. જો તમે જૂની સ્કોર્પિયોના ચાહક છો અને જે કોઈ પણ રસ્તા પર ચાલી શકે તેવી વિશ્વસનીય SUV ઇચ્છતા હોવ, તો આ મોડલ તમારા માટે યોગ્ય છે.

Mahindra Scorpio-NMahindra Scorpio-N એ સ્કોર્પિયોનું નવું અને વધુ એડવાસ વર્ઝન છે. તે 2.2 લિટર mHawk Gen2 ડીઝલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 132 થી 175hp સુધીની પાવર ઉત્પાદન કરે છે. 4x2 અને 4x4 ડ્રાઇવ ઓપ્શન સાથે, આ SUV શહેર અને પર્વતીય વિસ્તારોમાં શાનદાર હેન્ડલિંગ આપે છે. તેનો લુક, ફીચર અને આરામ તેને પહેલા કરતાં વધુ પ્રીમિયમ લાગે છે.

Mahindra XUV700Mahindra XUV700 નું 2.2 લિટર ડીઝલ એન્જિન 185hp સુધીની પાવર ઉત્પાદન કરે છે, અને તેની ફીચર્સ તેને લક્ઝરી SUV ના બરાબર બનાવે છે. તે ADAS સેફ્ટી સિસ્ટમ, પેનોરેમિક સનરૂફ અને ડ્યુઅલ-સ્ક્રીન સેટઅપ જેવી હાઇ-ટેક ફીચર્સ પ્રદાન કરે છે. આ SUV એવા લોકો માટે છે જેઓ ટેકનોલોજી, સેફટી અને આરામનું સંપૂર્ણ કોમ્બિનેશન ઇચ્છે છે.

Tata SafariTata Safari તેના દમદાર Kryotec 2.0 લિટર ડીઝલ એન્જિન સાથે 170PS પાવર પ્રદાન કરે છે. તેનું પ્રીમિયમ ઇન્ટિરિયર, પેનોરેમિક સનરૂફ અને અદ્યતન સેફટી ફીચર તેને મોટા પરિવારો માટે યોગ્ય બનાવે છે. ત્રીજી રોમાં પણ સારી જગ્યા અને કમ્ફર્ટેબલ પણ આપે છે, જે તેને લાંબી મુસાફરી માટે એક શ્રેષ્ઠ SUV બનાવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now