વિશ્વપ્રસિદ્ધ કાર નિર્માતા Teslaની એક ખામી સામે આવી છે. અમેરિકાના Austin શહેરમાં એક બનાવે સેફ્ટી અંગે પ્રશ્નો ઊભા કર્યા છે.
શું બન્યું?
મીડિયા રિપોર્ટ્સ મુજબ, Tesla Model Y (2021)માં ખામી જણાઈ, જેના કારણે કારના ઇલેક્ટ્રોનિક દરવાજાનું લોક અચાનક કામ કરવાનું બંધ થઈ ગયું. પરિણામે પાછળની સીટમાં બેઠેલા બાળકો અંદર ફસાઈ ગયા. અંતે માતાપિતાને બાળકોને બહાર કાઢવા માટે બારી તોડવી પડી.
ખામીનું કારણ
સેફ્ટી એજન્સી અનુસાર, આ સમસ્યા ત્યારે ઊભી થાય છે જ્યારે ઇલેક્ટ્રોનિક દરવાજાના લોક્સને પૂરતું વોલ્ટેજ નથી મળતું.
ઘણી વખત આવી ઘટનાઓ પછી બેટરી બદલી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
ખાસ વાત એ છે કે કારની અંદર Manual Door Release ઇન્સ્ટોલ છે, પરંતુ બાળક તેનો ઉપયોગ કરી શકશે નહીં અથવા કેવી રીતે ચલાવવું તે જાણશે નહીં.
NHTSA (National Highway Traffic Safety Administration)એ પ્રાથમિક તપાસ શરૂ કરી છે.
તપાસ ખાસ કરીને 2021 Tesla Model Y પર કેન્દ્રિત રહેશે.
આશરે 1.74 લાખ યુનિટ્સની તપાસ થઈ શકે છે.
અત્યાર સુધી NHTSAને દરવાજાના હેન્ડલ ન કામ કરવાના 9 રિપોર્ટ્સ મળ્યા છે.
ચાર કિસ્સાઓમાં માતાપિતાએ બારીઓ તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
મોટું જોખમ
NHTSA એ કહ્યું છે કે પ્રારંભિક ઈવેલ્યૂએશન દરમિયાન આ સમસ્યાના અવકાશ, ગંભીરતા અને તેનાથી ઉભા થનારા જોખમોનું વિશ્લેષણ કરવામાં આવશે.
ટેસ્લા વિશ્વભરમાં ઇલેક્ટ્રિક કારોના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી છે, પરંતુ આ ઘટના સલામતી ધોરણો પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.