સપ્ટેમ્બર 2025માં ટાટા મોટર્સે ઓટોમોબાઇલ રિટેલ માર્કેટમાં બીજું સ્થાન મેળવ્યું છે. GST દરમાં ઘટાડા બાદ કંપનીના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. તાજેતરના વાહન ડેટા મુજબ, ટાટાએ 40,594 યુનિટ્સનું વેચાણ કર્યું, જે મહિન્દ્રાના 37,015 યુનિટ્સ અને હ્યુન્ડાઇના 35,443 યુનિટ્સ કરતાં વધારે છે.
કંપની મુજબ સપ્ટેમ્બર 2025 ના રજીસ્ટર્ડ વાહનો
મારુતિ સુઝુકી ઇન્ડિયા : 1,22,278 યુનિટ
ટાટા મોટર્સ : 40,594 યુનિટ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા : 37,015 યુનિટ
હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા : 35,443 યુનિટ
જથ્થાબંધ વેચાણના આંકડા
ટાટા મોટર્સ : 60,907 યુનિટ (EV સહિત)
મહિન્દ્રા : 56,000 થી વધુ યુનિટ
હ્યુન્ડાઇ : 51,547 યુનિટ
આ આંકડા દર્શાવે છે કે તહેવારોની માંગ ડીલર લેવલ પર તેજ થઈ રહી છે.
Hyundaiની નબળી સ્થિતિ, TATA-MAHINDRA મજબૂત
હ્યુન્ડાઇ છેલ્લા દાયકાથી બીજું સ્થાન જાળવી રાખી હતી, પરંતુ તાજેતરમાં તેનો વેચાણ ધીમે ધીમે ઘટી રહ્યો છે. બીજી તરફ, ટાટા મોટર્સ અને મહિન્દ્રાની લોકપ્રિયતા વધી રહી છે.
TATA MOTORSની બેવડી સ્ટ્રેટેજી સફળ
ટાટા મોટર્સે ICE (પેટ્રોલ/ડીઝલ) અને EV (ઇલેક્ટ્રિક વાહનો) બંને ક્ષેત્રે એકસાથે રોકાણ કરીને મજબૂત પકડ બનાવી છે. નેક્સન, પંચ અને ટિયાગો જેવી કોમ્પેક્ટ કાર બંને વિકલ્પોમાં ઉપલબ્ધ હોવાથી કંપનીને મોટો લાભ થયો છે. વધુમાં, કંપની ટૂંક સમયમાં સીએરા મોડલનું રી-લૉન્ચ કરશે, જે તેની બજાર સ્થિતિને વધુ મજબૂત કરી શકે છે.