ભારતમાં દિવાળી ફક્ત પ્રકાશ અને આનંદનો તહેવાર જ નથી, પરંતુ નવી કાર ખરીદવા માટે શુભ સમય પણ માનવામાં આવે છે. આ કારણોસર, કાર કંપનીઓ દિવાળી સીઝનમાં ગ્રાહકોને આકર્ષવા માટે ખાસ ઑફર્સ, ડિસ્કાઉન્ટ અને ફાઇનાન્સિંગ યોજનાઓ લઈને આવે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કેટલીક સ્માર્ટ ટિપ્સ અપનાવીને ગ્રાહકો હજારો રૂપિયા સુધીની બચત કરી શકે છે.
ઑનલાઈન-ઓફલાઈન તુલનાથી થાય છે ફાયદો
આજકાલ અનેક ઑનલાઈન પોર્ટલ્સ અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ કાર ખરીદી પર વધારાની ઑફર્સ આપે છે. ઘણીવાર, આ કિંમતો ડીલરશીપ કરતાં ઓછી હોય છે. તેથી, કાર ખરીદતા પહેલા ઓનલાઈન અને ઓફલાઈન બંને કિંમતોની તુલના કરવી જરૂરી ગણાય છે.
યુઝ્ડ કાર એક્સચેન્જમાં વધારાની કિંમત
કંપનીઓ દિવાળી દરમિયાન જૂના વાહનના એક્સચેન્જ પર વધારાનો બોનસ આપે છે. જેના કારણે ગ્રાહકોને પોતાની જૂની કાર માટે વધુ સારી કિંમત મળે છે અને નવી કાર ખરીદીમાં વધારાની બચત થાય છે.
બેંક અને NBFCની ફાઇનાન્સિંગ ઑફર્સ
દિવાળી સીઝનમાં બેંકો અને NBFCs ખાસ ફાઇનાન્સિંગ ઑફર્સ લાવે છે, જેમાં ઓછી વ્યાજ દર, શૂન્ય પ્રોસેસિંગ ફી અને નો-EMI પીરિયડ્સનો સમાવેશ થાય છે. વિવિધ બેંકોની યોજનાઓની તુલના કરીને લાંબા ગાળે વ્યાજ પર નોંધપાત્ર બચત કરી શકાય છે.
ડીલર સાથે વાટાઘાટોની તક
ઓફર્સ પૂર્વનિર્ધારિત હોવા છતાં, ગ્રાહકો ડીલર સાથે વાટાઘાટ કરીને વધારાના લાભો મેળવી શકે છે. તેમાં મફત એક્સેસરીઝ, મફત વીમો, વધારાની વોરંટી અથવા સર્વિસ પેકેજનો સમાવેશ થાય છે.
વર્ષાંત ક્લિયરન્સનો લાભ
દિવાળી પછી ડીલરો જૂના મોડેલનો સ્ટોક સાફ કરવા માંગે છે. જેના કારણે 2024 મોડેલની કાર પર નોંધપાત્ર ડિસ્કાઉન્ટ મળે છે. મોડેલમાં મોટો તફાવત ન હોવા છતાં કિંમત ઘણી ઓછી થઈ શકે છે.
સમયસર બુકિંગથી લાભ
કંપનીઓ વહેલા બુકિંગ કરનાર ગ્રાહકોને ખાસ ડિસ્કાઉન્ટ અથવા ભેટ આપે છે. આ સાથે સમયસર ડિલિવરી પણ સુનિશ્ચિત થાય છે.
નિષ્કર્ષ
દિવાળી સીઝનમાં રોકડ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ અને ફાઇનાન્સિંગ યોજનાઓનો યોગ્ય ઉપયોગ કરીને ગ્રાહકો સરળતાથી હજારો રૂપિયા બચાવી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, યોગ્ય ઓફર પસંદ કરવી, જૂની કાર માટે સારું વેલ્યુ મેળવવું અને ડીલર સાથે સમજદારીપૂર્વક વાટાઘાટ કરવી – નવી કાર ખરીદીનો શ્રેષ્ઠ માર્ગ બની શકે છે.