logo-img
Shubman Gill Will Create History By Scoring 161 Runs

IND vs SA; Shubman Gill 161 રન ફટકારતાં જ બનશે પ્રથમ ભારતીય ખેલાડી : આ સિદ્ધિ Virat Kohli કે Rohit Sharma પણ હાંસલ કરી શક્યા નથી!

IND vs SA; Shubman Gill 161 રન ફટકારતાં જ બનશે પ્રથમ ભારતીય ખેલાડી
Published by: Offbeat Team
| Last Updated: Nov 11, 2025, 09:52 AM IST

Shubman Gill Upcoming record in Test: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરિઝ શરૂ થવા જઈ રહી છે. સીરિઝની પહેલી મેચ 14 નવેમ્બરે રમાશે. આ ટેસ્ટ સીરિઝમાં ભારતીય કેપ્ટન શુભમન ગિલ પાસે ઇતિહાસ રચવાની તક હશે. ભારતીય ટીમ સાઉથ આફ્રિકા સામે બે ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. જો શુભમન ગિલ આ સીરિઝમાં 161 રન બનાવવામાં સફળ થાય છે, તો ભારતીય કેપ્ટન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં 3000 રન પૂર્ણ કરવામાં સફળ થશે. આમ કરીને, ગિલ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં 3000 રન બનાવનાર ભારતનો પ્રથમ બેટ્સમેન બનશે.

3000 રન ફટકારનાર પ્રથમ ખેલાડી

રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત માટે 2,716 રન બનાવ્યા છે, જ્યારે વિરાટ કોહલીએ WTC માં 2,617 રન બનાવ્યા છે. બંને હવે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે. ગિલ WTC ઇતિહાસમાં 3,000 રન બનાવનાર આઠમો ખેલાડી બનશે. જો રૂટ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, બેન સ્ટોક્સ, ટ્રેવિસ હેડ, ઉસ્માન ખ્વાજા, બાબર આઝમ અને ઝેક ક્રોલીએ અત્યાર સુધી WTC માં 3,000 કે તેથી વધુ રન બનાવ્યા છે.

WTC માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી

શુભમન ગિલ - 39 મેચની 72 ઇનિંગ્સમાં 2839 રન

ઋષભ પંત - 38 મેચની 67 ઇનિંગ્સમાં 2731 રન

રોહિત શર્મા - 40 મેચની 69 ઇનિંગ્સમાં 2716 રન

વિરાટ કોહલી - 46 મેચની 79 ઇનિંગ્સમાં 2617 રન

રવિન્દ્ર જાડેજા - 46 મેચની 69 ઇનિંગ્સમાં 2505 રન

ભારત vs સાઉથ આફ્રિકા ટેસ્ટ:

કુલ મેચ: 44

ભારત જીત્યું: 16

દક્ષિણ આફ્રિકા જીત્યું: 18

ડ્રૉ: 10

કોઈ પરિણામ નથી: 0

ભારતીય ટેસ્ટ ટીમ: શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર, વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કે. એલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, ધ્રુવ જુરેલ, રવીન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, આકાશ દીપ.

સાઉથ આફ્રિકાની ટેસ્ટ ટીમ: ટોની ડી જોર્ઝી, ટેમ્બા બાવુમા, એડન માર્કરમ, ઝુબેર હમઝા, ડેવાલ્ડ બ્રેવિસ, સેનુરન મુથુસામી, કોર્બીન બોશ, માર્કો જેન્સેન, વિયાન મુલ્ડર, ટ્રીસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેન, રેયાન રિકલ્ટન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, સિમોન હાર્મર.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now