આજકાલ લોન આપણા જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે. ઘર બનાવવું હોય, વ્યવસાય શરૂ કરવો હોય કે કોઈ આવશ્યક ખર્ચ પૂરો કરવો હોય મોટાભાગના લોકો લોન પર આધાર રાખે છે. અત્યાર સુધી બેંકો ફક્ત સોના સામે જામીનગીરી તરીકે લોન આપતી હતી, પરંતુ હવે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ સામાન્ય માણસને મોટી રાહત આપી છે.
લાખો ગ્રામીણ અને શહેરી ગ્રાહકોને ફાયદો
RBIએ નિર્ણય લીધો છે કે હવે ચાંદીના દાગીના સામે પણ જામીનગીરી તરીકે લોન મળી શકશે. આ નવો નિયમ એપ્રિલ 2026થી અમલમાં આવશે. આનાથી લાખો ગ્રામીણ અને શહેરી ગ્રાહકોને ફાયદો થશે, જેઓ પોતાની ચાંદીનો ઉપયોગ કરીને નાણાકીય જરૂરિયાતો પૂરી કરી શકશે. ચાલો, આ યોજનાના મહત્વના નિયમો વિગતવાર સમજીએ.
ચાંદી ગિરવે મૂકવા માટેના મુખ્ય નિયમો
મહત્તમ મર્યાદા: ગ્રાહક મહત્તમ 10 કિલોગ્રામ ચાંદી અથવા 500 ગ્રામ ચાંદીના દાગીના ગીરવે મૂકીને લોન મેળવી શકે છે. આ મર્યાદાથી વધુ ચાંદી ગીરવે મૂકવાની મંજૂરી નહીં મળે.
કઈ સંસ્થાઓ આપશે લોન?
બધી બેંકો, સહકારી બેંકો અને NBFCs (નોન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓ) આ સુવિધા આપશે.
પારદર્શક પ્રક્રિયા: સોનાની લોન જેવી જ પારદર્શક પ્રક્રિયા અનુસરવી ફરજિયાત.
ચાંદીનું યોગ્ય મૂલ્યાંકન, સુરક્ષા ધોરણોનું પાલન અને ગ્રાહકોને તમામ નિયમોની જાણ કરાવવી જરૂરી.
કોને થશે સૌથી વધુ ફાયદો?
નાના ગ્રાહકો, ખેડૂતો અને ગૃહિણીઓને નોંધપાત્ર રાહત મળશે.
લોન ચુકવણી અને વ્યાજની પ્રક્રિયા
લોનનો સમયગાળો- મહત્તમ 7 વર્ષ
વ્યાજ દર- બેંકો દ્વારા નક્કી, સોનાની લોન જેવો જ (બજાર પરિસ્થિતિ પર આધારિત)
ડિફોલ્ટ થાય તો?
બેંક ચાંદીની હરાજી કરી શકે છે
પ્રોસેસિંગ ફી- મહત્તમ ₹5,000
ક્યારે લાગુ થશે આ યોજના?
એપ્રિલ 2026થી દેશભરમાં અમલમાં આવશે.આ નવી સુવિધા દ્વારા સામાન્ય માણસને વધુ એક નાણાકીય વિકલ્પ મળશે. જો તમારી પાસે ચાંદી છે અને તાત્કાલિક નાણાની જરૂર છે, તો એપ્રિલ 2026ની રાહ જુઓ અને તમારી ચાંદીને કામે લગાવો!




















