Home Utilities Worlds First Space Hotel Voyager Station To Open Outside Earth Ticket Worth Rs 415 Crore

પૃથ્વીની બહાર ખુલશે દુનિયાની સૌથી મોંઘી હોટલ : સ્પેસમાં બેસીને માણી શકાશે પિત્ઝા અને સિનેમાનો આનંદ; જાણો ટિકિટના ભાવ અને ક્યારથી થશે શરૂ

પૃથ્વીની બહાર ખુલશે દુનિયાની સૌથી મોંઘી હોટલ
Published by: OBS Bureau
| Last Updated: Mar 18, 2026, 09:03 AM IST

કેલિફોર્નિયા: અત્યાર સુધી આપણે પૃથ્વી પરના સેવન સ્ટાર રિસોર્ટ્સ અને લક્ઝરી હોટલો વિશે સાંભળ્યું છે, પરંતુ હવે માનવજાત પ્રવાસન ક્ષેત્રે એક એવું ડગલું ભરવા જઈ રહી છે, જેની કલ્પના માત્ર વિજ્ઞાન કથાઓમાં જ કરવામાં આવતી હતી. કેલિફોર્નિયાની પ્રખ્યાત કંપની 'એબોવ સ્પેસ' (Above Space) પૃથ્વીની ભ્રમણકક્ષામાં વિશ્વની પ્રથમ સ્પેસ હોટલ 'વોયેજર સ્ટેશન' (Voyager Station) બનાવી રહી છે. આ હોટલ માત્ર વૈજ્ઞાનિકો માટે જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકો (જેઓ આર્થિક રીતે સક્ષમ છે) માટે પણ અંતરિક્ષના દ્વાર ખોલશે. વર્ષ 2027-28 સુધીમાં કાર્યરત થનારી આ હોટલ બ્રહ્માંડના અદભૂત નજારા સાથે પૃથ્વી જેવી જ લક્ઝરી સુવિધાઓ પૂરી પાડશે.

અંતરિક્ષ પ્રવાસન (Space Tourism) ના આ નવા યુગમાં પ્રવાસીઓ શૂન્ય ગુરુત્વાકર્ષણનો અનુભવ કરવાની સાથે સાથે આરામદાયક જીવન પણ જીવી શકશે. આ હોટલની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં સેન્ટ્રીફ્યુગલ ફોર્સનો ઉપયોગ કરીને કૃત્રિમ ગુરુત્વાકર્ષણ પેદા કરવામાં આવશે, જેથી પ્રવાસીઓ પૃથ્વીની જેમ જ કોરિડોરમાં ચાલી શકશે અને ગ્લાસમાં પાણી પી શકશે. 50,000 ચોરસ મીટરમાં ફેલાયેલી આ હોટલમાં જીમ, બાર, રેસ્ટોરન્ટ અને પ્રાઈવેટ વિલા જેવી સુવિધાઓ હશે. એટલું જ નહીં, સ્પેસમાં હાઈ-સ્પીડ ઇન્ટરનેટ પણ હશે, જેથી પ્રવાસીઓ ત્યાંથી જ ઇન્સ્ટાગ્રામ પર લાઈવ થઈ શકશે.

વોયેજર સ્ટેશન: આકાશમાં ફરતા વિશાળ પૈડા જેવી હોટલ

આ હોટલની ડિઝાઇન એક વિશાળ ફરતા પૈડા જેવી હશે. સ્ટેશનના પરિભ્રમણને કારણે તેમાં ચંદ્ર જેવું ગુરુત્વાકર્ષણ જળવાઈ રહેશે. અહીં એકસાથે 400 જેટલા લોકો રહી શકશે. ધનિકો માટે અહીં ખાસ પ્રાઈવેટ વિલા પણ બનાવવામાં આવશે, જે તેઓ કાયમી ધોરણે ખરીદી શકશે અથવા વીકેન્ડ સ્ટે માટે ભાડે રાખી શકશે. આ સ્ટેશનમાં સુરક્ષા માટે 'સેલ્ફ-હીલિંગ' મટિરિયલનો ઉપયોગ કરાશે, જે અંતરિક્ષના નાના પથ્થરોથી થતા છિદ્રોને આપમેળે સીલ કરી દેશે.

એક્સિયમ સ્પેસ અને નાસાની નવી ભાગીદારી

માત્ર 'એબોવ સ્પેસ' જ નહીં, પરંતુ 'એક્સિયમ સ્પેસ' (Axiom Space) પણ નાસા સાથે મળીને 2026 ના અંત સુધીમાં પોતાનું કોમર્શિયલ સ્પેસ પિકનિક મોડ્યુલ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ મોડ્યુલની ઇન્ટિરિયર ડિઝાઇન પ્રખ્યાત ફ્રેન્ચ ડિઝાઇનર ફિલિપ સ્ટાર્કે કરી છે. પ્રવાસીઓની સુરક્ષા માટે તેની દીવાલો સોફ્ટ પેડિંગવાળી બનાવવામાં આવી છે, જેથી શૂન્ય ગુરુત્વાકર્ષણમાં ઉડતી વખતે તેમને ઈજા ન પહોંચે.

એક ટિકિટની કિંમત અને કડક તાલીમ

અંતરિક્ષની આ લક્ઝરી સફર માટે ખિસ્સા ખૂબ જ ગજવા ખાલી કરવા પડશે. એક ટિકિટની કિંમત 20 મિલિયન ડોલર (આશરે 165 કરોડ રૂપિયા) થી શરૂ થઈને 50 મિલિયન ડોલર (આશરે 415 કરોડ રૂપિયા) સુધી હોઈ શકે છે. આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ પ્રવાસીઓએ સીધા સ્પેસમાં જવા નહીં મળે. લોન્ચિંગ પહેલા તેમણે 15 થી 20 અઠવાડિયાની કડક તાલીમ લેવી પડશે, જેમાં હાઈ-સ્પીડ એક્સિલરેશન અને ઈમરજન્સીમાં બચવાની રીતો શીખવવામાં આવશે. આ મિશનમાં એલોન મસ્કનું 'સ્ટારશિપ' (SpaceX) મહત્વની ભૂમિકા ભજવશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ભારતથી માત્ર 5 કલાક દૂર છે આ સસ્તો અને સુંદર દેશ: ઉનાળામાં ફરવા માટે બેસ્ટ સ્થળ, બજેટની ચિંતા વગર માણી શકશો લક્ઝરી હોલિડે

ભારતથી માત્ર 5 કલાક દૂર છે આ સસ્તો અને સુંદર દેશ

હવે લાંબી લાઈનથી મળશે છૂટકારો: ઘરે બેઠા-બેઠા એક WhatsApp મેસેજથી બુક કરો LPG સિલિન્ડર; જાણો લેટેસ્ટ પ્રોસેસ

હવે લાંબી લાઈનથી મળશે છૂટકારો

ટ્રેનમાં બેઠા-બેઠા WhatsApp પર ઓર્ડર કરો ગરમાગરમ ભોજન: મિનિટોમાં સીટ પર આવશે ડોમિનોઝ અને હલ્દીરામની વાનગીઓ

ટ્રેનમાં બેઠા-બેઠા WhatsApp પર ઓર્ડર કરો ગરમાગરમ ભોજન

શું રસોડા અને ઘરમાં સતત રહે છે વંદાનો ત્રાસ?: આ 7 સરળ ઉપાય માંથી એક પણ અજમાવશો તો કાયમ માટે દૂર થઈ જશે Cockroachની સમસ્યા

શું રસોડા અને ઘરમાં સતત રહે છે વંદાનો ત્રાસ?

હવાઈ યાત્રીઓ માટે ગુડ ન્યૂઝ!: મનગમતી સીટ માટે નહીં લાગે એકસ્ટ્રા ચાર્જ, સરકારનો મોટો નિર્ણય

હવાઈ યાત્રીઓ માટે ગુડ ન્યૂઝ!

1 એપ્રિલથી કાર, TV અને AC ના ભાવમાં થશે વધારો!: જાણો શા માટે આ વસ્તુઓ મોંઘી થઈ રહી છે

1 એપ્રિલથી કાર, TV અને AC ના ભાવમાં થશે વધારો!

LPG કરતા PNG ગેસ કેટલો સસ્તો પડે છે?: જાણો ઘરે બેઠા પાઈપલાઈન કનેક્શન મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા

LPG કરતા PNG ગેસ કેટલો સસ્તો પડે છે?

Gas Cylinder બુક કરાવ્યા પછી પણ ડિલિવરી ના મળે તો?: ચિંતા છોડી આ નંબર પર કરો ફરિયાદ, તમારા ત્યાં દોડતો આવશે બાટલાવાળો

Gas Cylinder બુક કરાવ્યા પછી પણ ડિલિવરી ના મળે તો?

ભારતીય રેલવેની મફત ટિકિટ યોજના: જેમાં મળશે મફત ચા-નાસ્તો અને ભોજન, જાણો તમને કેવી રીતે મળશે લાભ?

ભારતીય રેલવેની મફત ટિકિટ યોજના

LPG-PNG અંગે નવા નિયમો જાહેર: આ ઘરોમાં સિલિન્ડર રાખવું ગેરકાયદેસર, જાણો શું છે મોટા ફેરફાર

LPG-PNG અંગે નવા નિયમો જાહેર

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ: LPG પુરવઠા અંગે પેટ્રોલિયમ મંત્રાલયે આપી મહત્વની માહિતી

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ

દેશમાં રાંધણ ગેસના આંકડા સામે આવ્યા: અફવાઓ વચ્ચે જાણો તમારી રસોઈ માટે કેટલો સ્ટોક ઉપલબ્ધ છે

દેશમાં રાંધણ ગેસના આંકડા સામે આવ્યા

શું તમારા રસોડામાં ગેસ સિલિન્ડર છે?: તો તમને પણ મળશે રૂ.40 લાખનો ફ્રી વીમો, જાણો કઈ રીતે કરી શકાય છે ક્લેમ

શું તમારા રસોડામાં ગેસ સિલિન્ડર છે?

LPG Shortage ની સમસ્યા દૂર!: સરકારે તેલ અને ગેસ માટે શોધ્યા 5 નવા રસ્તા

LPG Shortage ની સમસ્યા દૂર!

LPG સિલિન્ડરની અછતને પહોંચી વળવા સરકારનો એક્શન પ્લાન!: ESMA લાગુ અને નવા 6 મોટા નિયમો જાહેર

LPG સિલિન્ડરની અછતને પહોંચી વળવા સરકારનો એક્શન પ્લાન!

સાવધાન!: જો તમને પણ ‘e-PAN કાર્ડ’ ડાઉનલોડ કરવાનો ઈમેલ આવ્યો હોય તો ચેતી જજો, સરકારે આપી ચેતવણી

સાવધાન!

WhatsApp Scam: વોટ્સએપ પર ‘પાર્ટ ટાઈમ જોબ’ના મેસેજ ખાલી કરી શકે છે તમારું બેંક એકાઉન્ટ; જાણો ફેક મેસેજ ઓળખવાની રીત અને બચવાના ઉપાયો

WhatsApp Scam

Aadhaar Card Alert: આધાર કાર્ડમાં આ વિગતો સુધારવા માટે મળશે માત્ર એક જ તક, જાણી લો UIDAIના નવા કડક નિયમો

Aadhaar Card Alert

EPFO New Rules: જાણો બીમારી કે લગ્ન પ્રસંગે PF માંથી કેવી રીતે ઉપાડવા પૈસા

EPFO New Rules