Home Utilities Lpg Cylinder Booking Rules Changed Book Gas Sitting At Home With Whatsapp Message Know Latest Process

હવે લાંબી લાઈનથી મળશે છૂટકારો : ઘરે બેઠા-બેઠા એક WhatsApp મેસેજથી બુક કરો LPG સિલિન્ડર; જાણો લેટેસ્ટ પ્રોસેસ

હવે લાંબી લાઈનથી મળશે છૂટકારો
Published by: OBS Bureau
Last Updated: Mar 18, 2026, 07:55 AM IST

અમદાવાદ: મિડલ ઈસ્ટમાં વધી રહેલા રાજકીય તણાવ અને દરિયાઈ માર્ગો પર સર્જાયેલા વિક્ષેપને કારણે તેલ અને ગેસના પુરવઠા બાબતે હાલ વૈશ્વિક સ્તરે ચિંતાઓ વધી રહી છે. આ અહેવાલોની અસર ભારત પર પણ જોવા મળી છે, જ્યાં હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ માર્ગો પર અવરોધ આવવાની આશંકાએ લોકોએ અગમચેતીના ભાગરૂપે ગેસ સિલિન્ડરનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધું છે. જોકે, ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં LPG નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ગભરાવાની જરૂર નથી, પરંતુ અચાનક વધેલી માંગને કારણે ગેસ એજન્સીઓ અને ફોન લાઈનો પર ભારણ વધ્યું છે.

ઘણા શહેરોમાં લોકો સિલિન્ડર બુક કરાવવા માટે એજન્સીઓ પર લાંબી કતારોમાં ઉભા જોવા મળી રહ્યા છે. ફોન કોલ્સ વ્યસ્ત આવતા હોવાની ફરિયાદો વચ્ચે ડિજિટલ પદ્ધતિ અને ખાસ કરીને WhatsApp બુકિંગ એક આશીર્વાદરૂપ વિકલ્પ બનીને સામે આવ્યું છે. સંગ્રહખોરી રોકવા માટે સરકારે બુકિંગ વચ્ચેના સમયગાળામાં પણ ફેરફાર કર્યો છે, જેની જાણકારી દરેક ગ્રાહક માટે અનિવાર્ય છે. હવે તમે એજન્સીના ધક્કા ખાધા વગર માત્ર બે મિનિટમાં કેવી રીતે સિલિન્ડર બુક કરી શકો છો, તેની વિગતવાર માહિતી અહીં આપવામાં આવી છે.

રિફિલિંગના નિયમોમાં મોટો ફેરફાર: હવે રાખવી પડશે આટલી રાહ

ગેસની ઉપલબ્ધતા જાળવી રાખવા અને બિનજરૂરી સંગ્રહખોરી રોકવા માટે તેલ કંપનીઓએ રિફિલિંગના નિયમો કડક બનાવ્યા છે. હવે ગ્રાહકો ઈચ્છે ત્યારે તરત બીજું બુકિંગ નહીં કરી શકે. શહેરી વિસ્તારોમાં બે સિલિન્ડર બુકિંગ વચ્ચેનો સમયગાળો 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોના ગ્રાહકો માટે આ મર્યાદા 45 દિવસની રહેશે. એટલે કે, જો તમે આજે સિલિન્ડર લીધો હોય, તો આગામી બુકિંગ માટે તમારે આ નિર્ધારિત દિવસો સુધી રાહ જોવી પડશે.

WhatsApp દ્વારા મિનિટોમાં બુકિંગ: આ રહ્યા કંપનીઓના નંબર

તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી નીચે મુજબની કંપનીઓના ઓફિશિયલ નંબર પર મેસેજ કરીને તમે બુકિંગ કન્ફર્મ કરી શકો છો:

  • Indane (ઇન્ડેન): તમારા મોબાઈલમાં 7588888824 નંબર સેવ કરો અને WhatsApp પર "REFILL" લખીને મોકલો.

  • Bharat Gas (ભારત ગેસ): ગ્રાહકોએ 1800224344 નંબર પર "Hi" અથવા "Book" લખીને મેસેજ કરવાનો રહેશે.

  • HP Gas (એચપી ગેસ): એચપીના ગ્રાહકો 9222201122 નંબર પર "Hi" મોકલીને બુકિંગની પ્રક્રિયા શરૂ કરી શકે છે.

ઇન્ટરનેટ વગર પણ બુકિંગની સુવિધા (SMS અને IVRS)

જો તમારી પાસે સ્માર્ટફોન કે ઇન્ટરનેટની સુવિધા નથી, તો તમે સાદા SMS અથવા કોલ દ્વારા પણ સિલિન્ડર મંગાવી શકો છો:

  1. Indane: 7718955555 પર "REFILL" લખી SMS કરો.

  2. Bharat Gas: 7715012345 અથવા 7718012345 પર SMS મોકલી શકાય છે.

  3. HP Gas: ગ્રાહકો તેમના રજિસ્ટર્ડ નંબર પરથી મિસ્ડ કોલ આપીને પણ રિફિલ બુક કરાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now