Home Utilities Lpg Vs Png Gas Price Comparison Connection Guide

LPG કરતા PNG ગેસ કેટલો સસ્તો પડે છે? : જાણો ઘરે બેઠા પાઈપલાઈન કનેક્શન મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા

LPG કરતા PNG ગેસ કેટલો સસ્તો પડે છે?
Published by: OBS Bureau
| Last Updated: Mar 16, 2026, 06:00 PM IST

પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભૌગોલિક તણાવ અને ગેસ સપ્લાય ચેઈનમાં ઉભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે દેશમાં LPG સિલિન્ડરની માગમાં અચાનક ઉછાળો જોવા મળ્યો છે. અનેક વિસ્તારોમાં લોકોએ સાવચેતીના ભાગરૂપે અત્યારથી જ સિલિન્ડરનું એડવાન્સ બુકિંગ શરૂ કરી દીધું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે નાગરિકોને પાઈપ્ડ નેચરલ ગેસ એટલે કે PNG અપનાવવા અપીલ કરી છે. સરકારનું માનવું છે કે જે વિસ્તારોમાં પાઈપલાઈન સુવિધા ઉપલબ્ધ છે ત્યાં લોકો PNG પર શિફ્ટ થશે તો LPG સિલિન્ડર પરનું દબાણ ઘટશે અને અંતરિયાળ વિસ્તારોમાં સિલિન્ડરનો પુરવઠો સરળતાથી પહોંચાડી શકાશે.

ભારતમાં ગેસ કનેક્શનના આંકડા અને વર્તમાન સ્થિતિ

પેટ્રોલિયમ મંત્રાલયના રિપોર્ટ અનુસાર, ભારતમાં હાલ 33 કરોડથી વધુ ઘરેલું LPG ગ્રાહકો છે. તેની સામે અંદાજે 1.5 કરોડ ઘરોમાં PNG કનેક્શન કાર્યરત છે અને 60 લાખ ઘરો એવા છે જે પાઈપલાઈન નેટવર્કની નજીક હોવા છતાં હજુ સિલિન્ડર પર નિર્ભર છે. મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે PNG સેક્ટરમાં ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને સપ્લાયમાં કોઈ વિક્ષેપ નથી. ચાલો સમજીએ કે આર્થિક રીતે PNG સિલિન્ડર કરતા કેટલું ફાયદાકારક છે.

LPG અને PNG વચ્ચેના ખર્ચની સરખામણી

સામાન્ય રીતે ભારતીય ઘરોમાં 14.2 કિલોગ્રામનું LPG સિલિન્ડર વપરાય છે. શહેર અને રાજ્ય મુજબ તેની કિંમત 800 થી 1100 રૂપિયાની વચ્ચે હોય છે. મધ્યમ કદના પરિવારમાં એક સિલિન્ડર અંદાજે 1 મહિનો ચાલે છે. અહીં ગ્રાહકે આખી રકમ એકસાથે ચૂકવવી પડે છે અને ગેસ પૂરો થતા જ નવા બુકિંગ માટે રાહ જોવી પડે છે.

બીજી તરફ, PNG સીધું પાઈપલાઈન દ્વારા રસોડા સુધી પહોંચે છે. અહીં સિલિન્ડર રાખવાની ઝંઝટ નથી અને મીટર મુજબ જેટલો ગેસ વાપરો એટલું જ બિલ ભરવાનું હોય છે. વિવિધ શહેરોમાં તેનો ભાવ અંદાજે 40 થી 60 રૂપિયા પ્રતિ યુનિટની આસપાસ હોય છે. વપરાશ મુજબ બિલિંગ થતું હોવાથી PNG સિલિન્ડરની સરખામણીએ ઘણું સસ્તું પડે છે અને 24 કલાક ગેસ ઉપલબ્ધ રહે છે.

સુવિધા અને સુરક્ષામાં તફાવત

સુવિધાની દૃષ્ટિએ પણ બંનેમાં મોટો તફાવત છે. LPGમાં ડિલિવરીની રાહ જોવી પડે છે અને ઘણીવાર બુકિંગમાં વિલંબ થવાની શક્યતા રહે છે. જ્યારે PNGમાં ગેસ ક્યારેય પૂરો થતો નથી. સુરક્ષાના માપદંડ પર પણ પાઈપલાઈન ગેસને વધુ સુરક્ષિત માનવામાં આવે છે કારણ કે તેમાં લીકેજનું જોખમ ઓછું હોય છે. જોકે, જે વિસ્તારોમાં હજુ પાઈપલાઈન નેટવર્ક પહોંચ્યું નથી ત્યાં LPG આજે પણ મુખ્ય વિકલ્પ છે.

PNG કનેક્શન કઈ રીતે મેળવવું?

જો તમારા વિસ્તારમાં પાઈપલાઈન ગેસની સુવિધા છે, તો કનેક્શન લેવાની પ્રોસેસ અત્યંત સરળ છે:

  • ઓનલાઈન અરજી: તમે જે-તે ગેસ કંપની (જેમ કે ગુજરાત ગેસ, અદાણી ગેસ કે IGL)ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકો છો.

  • જરૂરી દસ્તાવેજો: અરજી વખતે નામ, સરનામું અને મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ, વોટર આઈડી, સરનામાનો પુરાવો (વીજળી કે પાણીનું બિલ) અપલોડ કરવાના રહે છે.

  • ઇન્સ્ટોલેશન ચાર્જ: નવા કનેક્શન માટે શરૂઆતમાં અંદાજે 7,000 રૂપિયા સુધીની ફી ભરવાની હોય છે. આ રકમમાં ઇન્સ્ટોલેશન ચાર્જ અને સિક્યોરિટી ડિપોઝિટ સામેલ હોય છે, જે પાછળથી રિફન્ડેબલ પણ હોય છે.

કંપની તમારી વિગતોની ચકાસણી કર્યા બાદ ટૂંક સમયમાં ટેકનિશિયનને મોકલીને પાઈપલાઈન ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા પૂર્ણ કરે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

Gas Cylinder બુક કરાવ્યા પછી પણ ડિલિવરી ના મળે તો?: ચિંતા છોડી આ નંબર પર કરો ફરિયાદ, તમારા ત્યાં દોડતો આવશે બાટલાવાળો

Gas Cylinder બુક કરાવ્યા પછી પણ ડિલિવરી ના મળે તો?

ભારતીય રેલવેની મફત ટિકિટ યોજના: જેમાં મળશે મફત ચા-નાસ્તો અને ભોજન, જાણો તમને કેવી રીતે મળશે લાભ?

ભારતીય રેલવેની મફત ટિકિટ યોજના

LPG-PNG અંગે નવા નિયમો જાહેર: આ ઘરોમાં સિલિન્ડર રાખવું ગેરકાયદેસર, જાણો શું છે મોટા ફેરફાર

LPG-PNG અંગે નવા નિયમો જાહેર

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ: LPG પુરવઠા અંગે પેટ્રોલિયમ મંત્રાલયે આપી મહત્વની માહિતી

કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાય ફરી શરૂ

દેશમાં રાંધણ ગેસના આંકડા સામે આવ્યા: અફવાઓ વચ્ચે જાણો તમારી રસોઈ માટે કેટલો સ્ટોક ઉપલબ્ધ છે

દેશમાં રાંધણ ગેસના આંકડા સામે આવ્યા

શું તમારા રસોડામાં ગેસ સિલિન્ડર છે?: તો તમને પણ મળશે રૂ.40 લાખનો ફ્રી વીમો, જાણો કઈ રીતે કરી શકાય છે ક્લેમ

શું તમારા રસોડામાં ગેસ સિલિન્ડર છે?

LPG Shortage ની સમસ્યા દૂર!: સરકારે તેલ અને ગેસ માટે શોધ્યા 5 નવા રસ્તા

LPG Shortage ની સમસ્યા દૂર!

LPG સિલિન્ડરની અછતને પહોંચી વળવા સરકારનો એક્શન પ્લાન!: ESMA લાગુ અને નવા 6 મોટા નિયમો જાહેર

LPG સિલિન્ડરની અછતને પહોંચી વળવા સરકારનો એક્શન પ્લાન!

સાવધાન!: જો તમને પણ ‘e-PAN કાર્ડ’ ડાઉનલોડ કરવાનો ઈમેલ આવ્યો હોય તો ચેતી જજો, સરકારે આપી ચેતવણી

સાવધાન!

WhatsApp Scam: વોટ્સએપ પર ‘પાર્ટ ટાઈમ જોબ’ના મેસેજ ખાલી કરી શકે છે તમારું બેંક એકાઉન્ટ; જાણો ફેક મેસેજ ઓળખવાની રીત અને બચવાના ઉપાયો

WhatsApp Scam

Aadhaar Card Alert: આધાર કાર્ડમાં આ વિગતો સુધારવા માટે મળશે માત્ર એક જ તક, જાણી લો UIDAIના નવા કડક નિયમો

Aadhaar Card Alert

EPFO New Rules: જાણો બીમારી કે લગ્ન પ્રસંગે PF માંથી કેવી રીતે ઉપાડવા પૈસા

EPFO New Rules

મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી, RBI ના નવા નિયમથી ગ્રાહકોને મોટી રાહત: ઝીરો બેલેન્સ એકાઉન્ટ અને મફત એટીએમ કાર્ડ, જાણો સંપૂર્ણ માહિતી

મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર નથી, RBI ના નવા નિયમથી ગ્રાહકોને મોટી રાહત

પ્લાસ્ટિકની બોટલનું પાણી કેટલા દિવસ સુધી સુરક્ષિત?: ક્યારે પીવું બને છે જોખમી? જાણો એક્સપાયરીના નિયમો

પ્લાસ્ટિકની બોટલનું પાણી કેટલા દિવસ સુધી સુરક્ષિત?

ભારતની અનોખી જનજાતિ: જ્યાં ભેંસને માનવામાં આવે છે 'ભગવાન', એક જ સ્ત્રી સાથે લગ્ન કરતા તમામ ભાઈઓ!

ભારતની અનોખી જનજાતિ

આ 7 દેશોમાં પણ રમાય છે હોળી જેવા રંગબેરંગી અને મનોરંજક તહેવાર!: ક્યાંક ટામેટા તો ક્યાંક વાઇનથી થાય છે ઉજવણી

આ 7 દેશોમાં પણ રમાય છે હોળી જેવા રંગબેરંગી અને મનોરંજક તહેવાર!

Holi 2026: આ દેશમાં 1, 2 નહીં 8 દિવસ સુધી રમાય છે હોળી! જાણો ભારત સાથેનું ખાસ કનેક્શન

Holi 2026

Holi History: હોળીને રંગથી રમવાની શરૂઆત ક્યારથી થઈ? જ્યારે બજારમાં કેમિકલવાળા રંગો નહોતા, ત્યારે કેવી રીતે રમાતી હતી હોળી? જાણો રસપ્રદ ઈતિહાસ

Holi History

World Shortest Train: માત્ર 90 મીટરનો ટ્રેક અને 1 મિનિટની મુસાફરી! જાણો દુનિયાની સૌથી ટૂંકી ટ્રેન ટ્રેકનો રોમાંચક ઇતિહાસ

World Shortest Train