રાહુલ ગાંધીએ ફરી એકવાર ચૂંટણી કમિશન પર ગંભીર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર મત ચોરોને બચાવી રહ્યાં છે.. આના માટે એવા પુરાવા છે જેને ફગાવી શકાય નહીં. આ પુરાવા કાળા અને સફેદ છે. અમારી પાસે પુરાવા છે કે દેશભરમાં લઘુમતી, દલિતો, આદિવાસી અને ઓબીસીના લાખો મતો કાઢી નાખવામાં આવી રહ્યા છે. આ એટલા માટે છે કે વિપક્ષના મત ઘટાડી શકાય. કર્ણાટકની આલંદ વિધાનસભા બેઠકનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે 2023ની વિધાનસભા ચૂંટણીમાં અહીં 6018 મતો કાઢી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક વ્યક્તિએ જોયું કે તેના કાકાનો મત કાઢી નાખવામાં આવ્યો છે. જ્યારે તેણે બીએલઓ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે તેમને ખબર પણ નથી કે તે કેવી રીતે કાઢી નાખવામાં આવ્યો.
રાહુલ ગાંધીનો ચૂંટણીપંચ પર ગંભીર આક્ષેપ
રાહુલ ગાંધીએ કહ્યું કે, ''અન્ય રાજ્યોના મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ઓનલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવ્યા હતા. રાહુલ ગાંધીએ ગોદા બાઈ નામની એક મહિલાનું ઉદાહરણ પણ આપ્યું. તેમણે કહ્યું કે, ''તેમનો મત કાઢી નાખવામાં આવ્યો હતો, પરંતુ આ કેવી રીતે થયું તે જાણી શકાયું નથી. તેમણે 12 લોકોના નામ બીજા વ્યક્તિ, સૂર્યકાંતના નામ હેઠળ કાઢી નાખવામાં આવ્યાનું ઉદાહરણ પણ આપ્યું. બીજું ઉદાહરણ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, માત્ર 26 સેકન્ડમાં બે ફોર્મ ભરાઈ ગયા. આટલા ઓછા સમયમાં બે ફોર્મ કેવી રીતે ભરાઈ શકે? વધુમાં આ સમય પણ સવારે 4:07 વાગ્યાનો છે''.
''કોંગ્રેસના મતદારોને નિશાન બનાવવામાં આવ્યા...''
રાહુલ ગાંધીએ કહ્યું કે, ''આલદમાં મતદારોના નામે 6,018 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. જે લોકોએ આ અરજીઓ દાખલ કરી હતી તેમણે પણ ખરેખર ક્યારેય અરજીઓ દાખલ કરી ન હતી. આ અરજીઓ સોફ્ટવેરનો ઉપયોગ કરીને આપમેળે ફાઇલ કરવામાં આવી હતી. કર્ણાટકની બહારના વિવિધ રાજ્યોના મોબાઇલ નંબરોનો ઉપયોગ આલદમાં નંબરો કાઢી નાખવા માટે કરવામાં આવ્યો હતો, જેમાં કોંગ્રેસના મતદારોને નિશાન બનાવવામાં આવ્યા હતા''.