PM Modi: આજે ફરી એકવાર ભાવુક જોવા મળ્યા પ્રધાનમંત્રી મોદી. 27 ઓગસ્ટના રોજ બિહારના દરભંગામાં રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા દરમિયાન પીએમ મોદીના માતાને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. આ ઘટનાક્રમના સાતમા દિવસે, પ્રધાનમંત્રી મોદીએ આ મુદ્દે સામે આવીને વિરોધીઓને જવાબ આપ્યો છે. આ ઘટનાના સાતમા દિવસે પ્રધાનમંત્રી મોદીએ સમગ્ર મામલે ભાવુક થઈને પ્રધાનમંત્રી મોદીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુંકે, "થોડા દિવસો પહેલા બિહારમાં જે બન્યું તેની મેં કલ્પના પણ નહોતી કરી. બિહારમાં કોંગ્રેસના મંચ પરથી મારા માતાને અપશબ્દો કહેવામાં આવ્યા હતા. તેમણે કહ્યુંકે, આ ફક્ત મારા માતાનું નહીં, દેશની તમામ માતાઓ, બહેનો અને દિકરીઓનું અપમાન છે.
'આ ઘટનાનું મારા દિલમાં જેટલું દુઃખ છે, એટલું જ દુઃખ બિહારના લોકોના દિલમાં પણ છે. હું મારી વ્યથા તમારી સાથે શેર કરી રહ્યો છું. જેથી હું આ દુઃખ સહન કરી શકું.' 'હું એક ગરીબ પરિવારમાંથી છું. હું સમાજ અને દેશની સેવામાં વ્યસ્ત છું. મેં મારા દેશ અને મારા દેશવાસીઓ માટે દરરોજ અને દરેક ક્ષણે સખત મહેનત કરી. મારી માતાના આશીર્વાદે આમાં ખૂબ મોટી ભૂમિકા ભજવી. મને જન્મ આપનાર માતાએ મને મારી જવાબદારીઓમાંથી મુક્ત કર્યો હતો.' મારી માતા જે હવે આ દુનિયામાં નથી, કોંગ્રેસ-આરજેડીએ તેમનું અપમાન કર્યુ.
પીએમએ કહ્યું, 'આજે મને આ વાતનું દુઃખ છે. મારી માતાએ મને દેશની સેવા કરવા મોકલ્યો હતો. દરેક માતા ઇચ્છે છે કે તેનો દીકરો મોટો થાય અને તેના માટે કંઈક કરે. મારી માતાએ આવું વિચાર્યું ન હતું. તેમણે મને તમારા માટે મોકલ્યો છે.' દિલ્હીથી વર્ચ્યુઅલી બિહારના લોકોને સંબોધન કરતી વખતે મોદીએ આ વાત કહી. તેઓ બિહાર રાજ્ય જીવિકા નિધિ શાખા સહકારી સંઘ લિમિટેડના લોન્ચ કાર્યક્રમમાં જોડાયા હતા.