logo-img
Make Diwali A Memorable One Make Delicious And Soft Rasgulla At Home

દિવાળીના તહેવારને બનાવો યાદગાર! : ઘરે જ બનાવો સ્વાદિષ્ટ અને નરમ રસગુલ્લા, મહેમાનો કરશે ગુણગાન!

દિવાળીના તહેવારને બનાવો યાદગાર!
Published by: Offbeat Team
| Last Updated: Oct 19, 2025, 10:30 AM IST

દિવાળીની મીઠી શરૂઆત કરો ઘરે બનાવો નરમ અને સ્પોન્જી રસગુલ્લા, મહેમાનો કરશે ગુણગાન! બજારની મી્ઠાઈઓમાં ભેળસેળનો ડર હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. તેથી, આ તહેવારોમાં ઘરે જ બનાવો આ સરળ રેસીપી અને મહેમાનોના દિલ જીતી લો. ચાલો, નોંધી લો આ ખાસ રસગુલ્લા રેસીપી.

સામગ્રી

1 કિલો દૂધ

1 લીંબુ

500 ગ્રામ ખાંડ

4 કપ પાણી

બનાવવાની રીત

દૂધ ઉકાળો: એક પેનમાં દૂધ ગરમ કરો. ઉકળે પછી તેને થોડું ઠંડું થવા દો (લગભગ 20% ઠંડું).

લીંબુનું મિશ્રણ તૈયાર કરો: એક બાઉલમાં લીંબુનો રસ અને સમાન માત્રામાં પાણી મિક્સ કરો.

છેના બનાવો: ઠંડું થયેલું દૂધ હલાવો અને તેમાં લીંબુ-પાણીનું મિશ્રણ ધીમે-ધીમે ઉમેરો. દૂધ દહીં થઈ જાય એટલે તેને સુતરાઉ કાપડમાં ગાળી લો. છેનાને ઠંડા પાણીથી ધોઈને પાણી નિચોવી લો.

છેના તૈયાર કરો: છેનાને બાઉલમાં લઈ, તેને સારી રીતે મેશ કરો જેથી તે સ્મૂધ થાય. આ મિશ્રણમાંથી નાના ગોળ રસગુલ્લા બનાવો.

ચાસણી બનાવો: પ્રેશર કૂકરમાં 500 ગ્રામ ખાંડ અને 4 કપ પાણી નાખી, ખાંડ ઓગળે ત્યાં સુધી ઉકાળો.

રસગુલ્લા રાંધો: તૈયાર ચાસણીમાં રસગુલ્લા ઉમેરો. કૂકરનું ઢાંકણ બંધ કરો, એક સીટી થાય પછી ગેસ ધીમો કરો અને 5-7 મિનિટ રાંધો.

ઠંડા કરો: કૂકરનું પ્રેશર છૂટે પછી રસગુલ્લાને બાઉલમાં કાઢો, ચાસણી રેડો અને ઠંડા થવા દો.

સ્ટોરેજ ટિપ: આ રસગુલ્લાને રેફ્રિજરેટરમાં સ્ટોર કરો.

ઠંડા રસગુલ્લાનો સ્વાદ બાળકોથી લઈને મોટેરાં સુધી બધાને ભાવશે! આ દિવાળીએ આ સરળ રેસીપી અજમાવો અને તહેવારને બનાવો યાદગાર!

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now