Delhi Flood Latest Update: દિલ્હી પર પૂરનો જોખમ આવ્યું છે. યમુના નદીમાં જળ સ્તર સતત વધી રહ્યું છે. 206.83 મીટર પર પહોંચી છે. જે 205 મીટરના ભયજનક નિશાનથી ઉપર છે. દિલ્હી જિલ્લા વહીવટીતંત્રના નોડલ અધિકારીએ યમુનામાં વધતા પાણીના સ્તરને ધ્યાનમાં રાખીને આયર્ન બ્રિજ બંધ કરવાના નિર્દેશો કર્યા છે.
યમુના પુલ પણ બંધ કરાયો
દિલ્હી ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર, યમુના પુલ આગામી આદેશો સુધી બંધ કરવામાં આવ્યો છે. આ પછી પૂર્વ દિલ્હીથી નવી દિલ્હી જતા વાહનોને વૈકલ્પિક માર્ગ અપનાવવાની સલાહ આપવામાં આવી છે. ગાંધી નગરથી વાહનોને જીટી રોડ દ્વારા આગળ મોકલવામાં આવી રહ્યા છે. આયર્ન બ્રિજની આસપાસ યમુનાના વધતા પાણીના સ્તરને કારણે, ત્યાં રેલ્વે બ્રિજ પર ટ્રેનોની ગતિ પણ ઓછી કરવામાં આવી છે.
દિલ્હીમાં NDRF તૈનાત
હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે યમુનામાં પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે. પૂરના ભયને ધ્યાનમાં રાખીને, દિલ્હીમાં NDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRFના DIG મોહસીન શાહિદીએ મીડિયાને નિવેદન આપતા જણાવ્યું હતું કે, યમુનાની આસપાસ વિવિધ સ્થળોએ ટીમો તૈનાત કરવામાં આવી છે. દર કલાકે પાણીના સ્તર પર નજર રાખવામાં આવી રહી છે.