logo-img
Lifestyle Utility News How To Add Name In Voter List

એક એક મત છે કિંમતી : મતદારયાદીમાં નામ વિના નહીં આપી શકો વોટ!, આ રીતે ઉમેરો નવું નામ

એક એક મત છે કિંમતી
Published by: Offbeat Team
| Last Updated: Oct 19, 2025, 07:45 AM IST

Voter List Name Add : વોટ એ કોઈ પણ દેશના નાગરિક માટે સૌથી કિંમતી હોય છે. જે કોઈ યોગ્ય વ્યક્તિને મત આપવામાં આવે તો ગામ-વિસ્તારનો ચારે બાજુ વિકાસ અને સુખ સુવિધા વધારે છે. એવામાં મત આપવા માટે મતદારયાદીમાં નામ હોવું જરૂરી છે. તો ચાલો જાણીએ કે મતદારયાદીમાં નવું નામ દાખલ કરવા માટે શું કરવું...

મતદારયાદીમાં નવું નામ દાખલ કરવા માટે શું કરવું?

  • મતદારયાદીમાં નવું નામ દાખલ કરવા માટે ફોર્મ નં-6 ભરવાનું હોય છે. ફોર્મ ઓનલાઈન/ઓફલાઈન ભરતી વખતે નીચે મુજબ ની બાબતોનું ધ્યાન રાખવું.

  • જે વિધાનસભામાં નામ દાખલ કરવું છે, ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તે સાચુ પસંદ કરવું. વિધાનસભાનુ નામ ખબર ન હોય તો કુટુંબના સભ્ય અથવા પડોશીના ચૂંટણી કાર્ડના પાછળના ભાગમાં લખેલ વિધાનસભાનુ નામ જોઈ લેવું.

  • અપલોડ કરવામાં આવનાર તમામ ઈમેજ સ્પષ્ટ વાંચી શકાય તેવી હોવી જોઈએ.

  • નામ, અટક, સંબંધિનું નામ - (પિતા અથવા પતિ નું નામ સંબધનો પ્રકાર – (પિતા/અથવા પતિ),જન્મ તારીખ -વગેરે તમામ વિગતો પુરાવામાં હોય તે મુજબ જ સાચી લખવી.

  • જન્મ તારીખ, નામનો પુરાવો - જન્મનો દાખલો/એલ.સી./પાનકાર્ડ/પાસ પોર્ટ/આધાર કાર્ડ ( લગ્ન પછીના કિસ્સામાં મેરેઝ સર્ટી અથવા જેમાં પતિનુ નામ સાથે ચાલતો તેવો ઉપરોક્ત પૈકીનો એક પુરાવો વધારાનો સાથે જોડવો)

  • રહેઠાણનો પુરાવો - હાલનું પોતાના અથવા પોતાના ફેમીલી મેમ્બરના નામનુ લાઇટબીલ/વેરાબીલ, (ભાડાનું મકાન હોય તો ભાડા કરાર ફરજિયાત),

  • ફોટો-, ( પાસપોર્ટ સાઈઝ ફ્રોટો જોડવો) (સેલ્ફી ફોટો મુકવો નહી)

  • કુટુંબના સભ્ય અથવા પડોસીનો ચુંટણી કાર્ડનો નંબર ફેમીલી ડિટેલસ માં ફરજિયાત લખવો, અગાઉના ચુંટણી કાર્ડની ઝેરોક્ષ અથવા તેનું નંબર જો અગાઉ બનાવેલ હોય તો ડેક્લેરેશનમાં ફરજિયાત લખવુ.

  • બે જગ્યા ચૂંટણી કાર્ડમાં નામ ધરાવવો ગેરકાયદેસર છે. જેથી પહેલા જુની વિધાનસભા કચેરીમાંથી અથવા જુના રહેણાંક વિસ્તારના BLO (બુથ લેવલ ઓફિસર) પાસે થી નામ કમી કરાવીને જ નવી જગ્યાએ ફોર્મ ભરવુ. અથવા જુનો વોટીંગ કાર્ડ નમ્બર ફરજિયાત ઓનલાઈન ફોર્મમાં દર્શાવવુ.

ઓફલાઈન(મેન્યુઅલ) ફોર્મ ભરવા માટે-

1 - અવારનવાર મતદારયાદી સુધારણા કાર્યક્રમ થતો હોય છે તે દરમ્યાન આપના મતદાન બુથના સરકાર નિયુક્ત BLO (બુથ લેવલ ઓફિસર) નો સંપર્ક કરવો. અને ફોર્મ ભરવું.

2 - આપની વિધાનસભા ને લગતી ચૂંટણી કચેરી નો સંપર્ક કરી ફોર્મ ભરી શકો છો.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now