Commonwealth Games 2010: 2010 કોમનવેલ્થ ગેમ્સ, જે સત્તાવાર રીતે XIX કોમનવેલ્થ ગેમ્સ તરીકે ઓળખાય છે અને સામાન્ય રીતે દિલ્હી 2010 તરીકે ઓળખાય છે, એ કોમનવેલ્થના સભ્યો માટે 3 થી 14 ઓક્ટોબર 2010 દરમિયાન દિલ્હી, ભારતમાં યોજાયેલ એક આંતરરાષ્ટ્રીય બહુ-રમતગમત કાર્યક્રમ હતો. 71 કોમનવેલ્થ દેશો અને આશ્રિત દેશોના કુલ 4352 ખેલાડીઓએ 21 રમતો અને 272 ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો.
કોમનવેલ્થ ગેમ્સ 2010, દિલ્હી અને ભારતમાં યોજાનારી સૌથી મોટી આંતરરાષ્ટ્રીય બહુ-રમતગમત કાર્યક્રમ પણ હતો, જેણે 1951 અને 1982 માં એશિયન ગેમ્સને પાછળ છોડી દીધી હતી. આ કાર્યક્રમનો મુખ્ય સ્ટેડિયમ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે ઉદ્ઘાટન અને સમાપન સમારોહ યોજાયો હતો. તમને જણાવી દઈએ કે, 1998 માં મલેશિયાના કુઆલાલંપુર પછી, કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં પહેલી વાર અને એશિયામાં બીજી વાર યોજાઈ હતી.
આગામી Commonwealth Games કયા અને ક્યારે યોજાશે?
Glasgow માં 2026 ગેમ્સની ઔપચારિક પ્રક્રિયાના ભાગ રૂપે કોમનવેલ્થ દેશોમાં તેની યાત્રામાં કિંગ્સ બેટન રિલે 11 નવેમ્બરે નવી દિલ્હીમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. ભારતની રાજધાનીમાં બે દિવસ પ્રદર્શિત કર્યા પછી, બેટન અમદાવાદ તરફ નીકળી હતી. તમને જણાવી દઈએ કે 2026 માં જે કોમનવેલ્થ ગેમ્સનો હોસ્ટ ગ્લાસગો છે.
ક્યારે શરૂ થશે ?
Commonwealth Games 2026 ની શરૂઆત 23 જુલાઇ 2026એ થશે અને સમાપ્ત 2 ઓગસ્ટ 2026 ના રોજ થશે. ત્યારે આ સંપૂર્ણ ઇવેંટ Glasgow માં યોજાશે.




















