Home Sports Wpl 2026 Schedule Final Will Be Held On 26th Mega Auction To Be Held In Delhi On 27th

WPL 2026નું શેડ્યૂલ 26મીએ થશે ફાઈનલ : 27મીએ દિલ્હીમાં મેગા ઓક્શનનો ધમાકો! જાણો કયારથી શરૂ થશે ટાઈટલની જંગી લડત?

WPL 2026નું શેડ્યૂલ 26મીએ થશે ફાઈનલ
Published by: OBS Bureau
Last Updated: Nov 18, 2025, 11:32 AM IST

WPL 2026 Fixtures: મહિલા પ્રીમિયર લીગ (WPL)ની 2026 સીઝનનું ફિક્સ્ચર લગભગ તૈયાર છે. BCCIની ગવર્નિંગ કાઉન્સિલ 26 નવેમ્બર (બુધવાર)ના રોજ બેઠક યોજશે અને તે જ દિવસે ટૂર્નામેન્ટના સ્થળો તથા શેડ્યૂલને અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવશે. એક દિવસ બાદ એટલે 27 નવેમ્બરે નવી દિલ્હીમાં WPL 2026નું મેગા ઓક્શન યોજાશે. BCCIના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે 26 નવેમ્બરે મળીને WPLની આગામી સીઝનના સ્થળો અને શેડ્યૂલને ફાઈનલ કરીશું.

ટૂર્નામેન્ટ ક્યારે રમાશે?

WPL 2026ની ત્રીજી સીઝન 7 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાઈ શકે છે. આ વખતે તમામ મેચ માત્ર બે વેન્યુ પર રમાશે.

DY પાટિલ સ્ટેડિયમ, નવી મુંબઈ

કોટંબી સ્ટેડિયમ, વડોદરા

આનાથી પહેલાં પુરુષોનો T20 વર્લ્ડ કપ (ભારત-શ્રીલંકા) અને ત્યારબાદ IPL 2026 યોજાશે, તેથી WPLને વહેલું શરૂ કરવાની યોજના છે.

ટાઈટલ કોણ જીતશે?

હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપમાં મુંબઈ ઇન્ડિયન્સ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. MIએ 2023 (પ્રથમ સીઝન) અને 2025માં ટાઈટલ જીત્યું છે, જ્યારે 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ચેમ્પિયન બની હતી.WPL 2026નું શેડ્યૂલ અને ઓક્શન બાદ ટીમોની નવી રચના સામે આવશે, ત્યાર પછી ટાઈટલની જંગી લડત શરૂ થશે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now