logo-img
Shubman Gill Almost Out Of Second Test Difficult To Play Due To Neck Injury

IND vs SA 2nd Test : શુભમન ગિલ બીજી ટેસ્ટમાંથી લગભગ બહાર, ગરદનની ઈજાને કારણે રમવું મુશ્કેલ, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

IND vs SA 2nd Test
Published by: Offbeat Team
| Last Updated: Nov 18, 2025, 04:35 AM IST

IND vs SA 2nd Test: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની નિર્ણાયક બીજી ટેસ્ટ 22 નવેમ્બરથી ગુવાહાટીમાં રમાશે, પરંતુ તે પહેલાં ટીમ ઈન્ડિયાના નિયમિત કેપ્ટન તથા ઓપનર શુભમન ગિલની ભાગીદારી લગભગ અશક્ય બની ગઈ છે. કોલકાતા ટેસ્ટ દરમિયાન ગરદનમાં ગંભીર ખેંચાણ (neck strain) આવતાં ગિલ પ્રથમ ઇનિંગમાં રિટાયર્ડ હર્ટ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ પણ કરવો પડ્યો હતો. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પણ તેમની હાલત સુધરી નથી.

મુસાફરી ટાળવાનો સખત આદેશ

મેડિકલ ટીમે ગિલને ગળાનો કોલર પહેરવાની સલાહ આપી છે અને ત્રણ-ચાર દિવસ સંપૂર્ણ આરામ તથા કોઈપણ પ્રકારની હવાઈ મુસાફરી ટાળવાનો સખત આદેશ આપ્યો છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના વરિષ્ઠ સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, “શુભમન ગિલ 19 નવેમ્બરે ટીમ સાથે ગુવાહાટી જઈ શકે તેમ નથી.” ટીમ ઈન્ડિયા બુધવારે ગુવાહાટી રવાના થશે, પરંતુ ગિલ કોલકાતામાં જ રહેશે અને તેમના સ્વાસ્થ્ય પર સતત નજર રાખવામાં આવશે.

ભારત માટે શ્રેણી બરાબર કરવી વધુ મુશ્કેલ

પ્રથમ ટેસ્ટમાં ભારતે માત્ર 30 રને હાર માની હતી અને ગિલની ગેરહાજરીએ બેટિંગ લાઇન-અપને ખાસ્સી અસર કરી હતી. હવે બીજી ટેસ્ટમાં પણ તેની ગેરહાજરી નિશ્ચિત લાગે છે તો ભારત માટે શ્રેણી બરાબર કરવી વધુ મુશ્કેલ બની જશે. ગિલના વિકલ્પ તરીકે બી. સાઈ સુધરસન અને દેવદત્ત પડિક્કલના નામ ચર્ચામાં છે. બંને યુવા ખેલાડીઓએ ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ સ્તરે આ તેમના માટે મોટી પરીક્ષા હશે. બધાની નજર હવે ગિલના તાજા મેડિકલ રિપોર્ટ પર છે. જો કેપ્ટન સમયસર ફિટ ન થાય તો ભારતની બેટિંગ અને રણનીતિ પર ગંભીર અસર પડશે. ચાહકો માટે આ ચોક્કસપણે ચિંતાજનક સમાચાર છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now