logo-img
This Scene Was Seen Again In Test Cricket After 66 Years

66 વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં ફરી દેખાયો આવો નજારો : બંને ટીમોના બેટ્સમેનો ન કરી શક્યા 200 રનનો આંકડો પાર, ભારતની ઘરઆંગણે શરમજનક હાર

66 વર્ષ પછી ટેસ્ટ ક્રિકેટમાં ફરી દેખાયો આવો નજારો
Published by: Offbeat Team
| Last Updated: Nov 17, 2025, 10:08 AM IST

IND vs SA Test Cricket 2025: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ઇડન ગાર્ડન્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક દુર્લભ ઘટના બની ગઈ. 1959 પછી પહેલી વાર કોઈ ટેસ્ટ મેચની ચારેય ઇનિંગ્સમાં કોઈ ટીમ 200 રનનો આંકડો પાર કરી શકી નહીં. આ પહેલા આવું છેલ્લે 1959માં પાકિસ્તાન-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બન્યું હતું. આ મેચમાં ભારતે પ્રથમ ઇનિંગ્સમાં માત્ર 157 રન બનાવ્યા, જ્યારે દક્ષિણ આફ્રિકાએ 178 રનનો સ્કોર ખડક્યો. ભારતની બીજી ઇનિંગ્સ 162 રનમાં સમેટાઈ ગઈ અને દક્ષિણ આફ્રિકાને જીત માટે માત્ર 124 રનનો સામાન્ય લક્ષ્ય મળ્યો. પરંતુ ભારતીય બેટિંગ લાઇન-અપ ચોથી ઇનિંગ્સમાં પણ ઢગલાબંધ વિકેટ ગુમાવીને માત્ર 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ અને મેચ 30 રનથી હારી ગઈ.

ઘરઆંગણે ભારતનો સૌથી શરમજનક રેકોર્ડ

ભારતીય ઇતિહાસમાં ઘરઆંગણે સૌથી નાનો લક્ષ્ય (124 રન) ચેઝ કરવામાં નિષ્ફળતા

અગાઉ 2024માં વાનખેડેમાં ન્યુઝીલેન્ડ સામે 147 રનના લક્ષ્યનો પીછો કરી શક્યું નહોતું

ચોથી ઇનિંગ્સમાં યશસ્વી જયસ્વાલ (0) અને કેએલ રાહુલ (1) પ્રથમ બે ઓવરમાં જ પેવેલિયન ભેગા

બેટિંગની દયનીય હાલત

ચેઝ દરમિયાન ભારતે ઝડપી વિકેટ ગુમાવી

વોશિંગ્ટન સુંદરે સૌથી વધુ 31 રન બનાવ્યા

અક્ષર પટેલે 17બોલમાં 23 રન ફટકાર્યા, પરંતુ મોટા શોટના પ્રયાસમાં આઉટ

ઋષભ પંત 2, ધ્રુવ જુરેલ 13, રવિન્દ્ર જાડેજા 18 રન બનાવીને આઉટ

આ હાર બાદ બે મેચની શ્રેણીમાં ભારત 0-1થી પાછળ છે. બંને ટીમોના બેટ્સમેનો સરળમાં સરળ કામ પણ ન કરી શક્યા અને ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક નવું પાનું ઉમેરાયું.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now