IND vs SA Highlights : કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકાએ ભારતને 30 રનથી હરાવીને શ્રેણીમાં 2-1ની લીડ મેળવી. 15 વર્ષમાં આ પહેલી વાર છે જ્યારે દક્ષિણ આફ્રિકાએ ભારતમાં ટેસ્ટ મેચમાં ભારતને હરાવ્યું છે. ભારતને 124 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. ભારતીય ટીમ બીજા દાવમાં 93 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે 31 રન બનાવ્યા, જ્યારે સાઉથ આફ્રિકા તરફથી સિમોન હાર્મરે 4 વિકેટ લીધી, જ્યારે કેશવ મહારાજ અને માર્કો જેનસેને બે-બે વિકેટ લીધી. માર્કરામે પણ એક વિકેટ લીધી. ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાનો બીજો દાવ 153 રનમાં ઓલઆઉટ થઈ ગયો. ભારતને 124 રનનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. દક્ષિણ આફ્રિકા તરફથી ટેમ્બા બાવુમાએ અણનમ 55 રન બનાવ્યા, જ્યારે ભારત તરફથી જાડેજાએ સૌથી વધુ વિકેટ લીધી. જડ્ડુએ ચાર, સિરાજ અને કુલદીપે બે-બે વિકેટ લીધી. બુમરાહ અને અક્ષર પટેલે એક-એક વિકેટ લીધી.
શુભમન ગિલ પ્રથમ ટેસ્ટમાંથી બહાર
ત્રીજા દિવસે મોટા સમાચાર આવ્યા હતા કે, ભારતના કેપ્ટન શુભમન ગિલ હવે ગરદનના દુખાવાના કારણે બીજી ઇનિંગમાં બેટિંગ કરી શકશે નહીં. BCCI એ આ જાહેરાત કરતી એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે ગિલ હવે પ્રથમ ટેસ્ટનો ભાગ રહેશે નહીં. ગિલના સ્થાને ત્રીજા દિવસે ઋષભ પંતે ભારતનું નેતૃત્વ કર્યું.
ભારતની પ્લેઇંગ ઇલેવન
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજ.
દક્ષિણ આફ્રિકાની પ્લેઇંગ ઇલેવન
એડન માર્કરામ, રાયન રિકેલ્ટન, વિઆન મુલ્ડર, ટેમ્બા બાવુમા (કેપ્ટન), ટોની ડી જોર્ઝી, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેન (વિકેટકીપર), સિમોન હાર્મર, માર્કો જેન્સન, કોર્બિન બોશ અને કેશવ મહારાજ.
દક્ષિણ આફ્રિકા 30 રનથી જીત્યું
IND vs SA Highlights : કેશવ મહારાજે મોહમ્મદ સિરાજને આઉટ કરીને ભારતીય ઇનિંગ્સનો અંત 93 રન પર કર્યો. દક્ષિણ આફ્રિકાએ મોટો અપસેટ સર્જ્યો, ટેસ્ટ મેચ 30 રનથી જીતી.




















