logo-img
Acc Mens Asia Cup Rising Stars 2025 India Beat Oman By 6 Wickets

ACC Men's Asia Cup Rising Stars 2025 : ઇન્ડિયાએ ઓમાનને 6 વિકેટે હરાવ્યું, હર્ષ દુબેની ધમાકેદાર અડધી સદીએ સેમિફાઇનલમાં અપાવ્યું સ્થાન

ACC Men's Asia Cup Rising Stars 2025
Published by: Offbeat Team
| Last Updated: Nov 19, 2025, 04:43 AM IST

ACC Men's Asia Cup Rising Stars 2025: ભારતીય અંડર-19 ‘A’ ટીમે પોતાની શાનદાર વાપસી કરી છે. મંગળવારે રમાયેલી ટુર્નામેન્ટની 10મી મેચમાં ઇન્ડિયા Aએ ઓમાનને 6 વિકેટથી પરાજય આપી લીધો અને સતત બીજી જીત સાથે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. આ જીત બાદ ઇન્ડિયા A ગ્રુપમાંથી સેમિફાઇનલમાં પહોંચનારી ત્રીજી ટીમ બની ગઈ છે. અત્યાર સુધી પાકિસ્તાન A, બાંગ્લાદેશ A અને ઇન્ડિયા Aએ સેમિફાઇનલમાં સ્થાન નક્કી કર્યું છે, જ્યારે ચોથી ટીમનો નિર્ણય આજે જ થશે.

હર્ષ દુબે બન્યો મેચ વિનર

ઓમાને પ્રથમ બેટિંગ કરતાં વસીમ અલીની અણનમ 50+ (45 બોલ, 5 ચોગ્ગા, 1 છગ્ગો) રનની મદદથી 20 ઓવરમાં 7 વિકેટે 135 રન બનાવ્યા હતા. ભારત તરફથી સ્પિનર્સ સુયશ શર્મા અને ગુર્જપનીત સિંઘે 2-2 વિકેટ ઝડપી હતી. 136 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઇન્ડિયા Aની શરૂઆત ખરાબ રહી. ઓપનર વૈભવ સૂર્યવંશી (12) અને પ્રિયાંશ આર્યા (10) ઝડપી આઉટ થયા. પરંતુ ત્યાર બાદ હર્ષ દુબેએ એક છેડો સંભાળી લીધો અને નમન ધીર (19 બોલમાં 30, 2 ચોગ્ગા, 2 છગ્ગા) તથા નેહલ વાઢેરા (23)ના સાથે મળીને ટીમને જીત અપાવી. હર્ષ દુબેએ 44 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી અણનમ 53 રન ફટકારીને ટીમને માત્ર 17.5 ઓવરમાં જ લક્ષ્યાંક સુધી પહોંચાડી દીધું.

સેમિફાઇનલ અને ફાઇનલ શેડ્યૂલ

21 નવેમ્બર – પ્રથમ સેમિફાઇનલ (A1 vs B2) – બપોરે 3:00 વાગ્યે

21 નવેમ્બર – બીજી સેમિફાઇનલ (B1 vs A2) – રાત્રે 8:00 વાગ્યે

23 નવેમ્બર – ફાઇનલ – રાત્રે 8:00 વાગ્યે

ભારતીય યુવા ટીમ હવે સેમિફાઇનલમાં મજબૂત દાવેદાર ગણાઈ રહી છે!

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now