IND vs SA Test Match 2025: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની નિર્ણાયક બીજી ટેસ્ટ મેચ 22 નવેમ્બરથી ગુવાહાટીના ડૉ. ભૂપેન હઝારિકા ક્રિકેટ સ્ટેડિયમ (બારસાપારા)માં રમાશે. આ સ્ટેડિયમના ઇતિહાસમાં પહેલી વાર ટેસ્ટ મેચનું આયોજન થઈ રહ્યું છે, જે ભારતીય ક્રિકેટ માટે એક મહત્વની ઘટના છે. અત્યાર સુધી આ મેદાન પર માત્ર 6 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે – 4 T-20 આંતરરાષ્ટ્રીય અને 2 વનડે. ભારતીય ટીમે અહીં રમેલી 6 મેચમાંથી 3 જીતી છે, 2 હારી છે અને 1 મેચ વરસાદને કારણે રદ થઈ હતી.
પીચ બેટિંગ માટે અનુકૂળ
છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2023માં ઓસ્ટ્રેલિયા સામે રમાઈ હતી, જેમાં ભારતને ૫ વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. પીચ બેટિંગ માટે અનુકૂળ, 8 સદી ફટકારાઈ ચૂકી છે બારસાપારા સ્ટેડિયમની પીચ હંમેશા બેટ્સમેનોની મદદગાર રહી છે. અત્યાર સુધીની 6 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 8 સદી ફટકારાઈ છે, જે આ પીચની બેટિંગ-ફ્રેન્ડલી પ્રકૃતિ દર્શાવે છે. તેથી ટેસ્ટ મેચમાં પણ રનનો વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે.
ઈડન ગાર્ડન્સમાં 30 રને હાર્યા બાદ ભારતનું લક્ષ્ય
પ્રથમ ટેસ્ટમાં કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 30 રને હરાવ્યું હતું. હવે ગુવાહાટીમાં ટીમ ઈન્ડિયા જીત સાથે શ્રેણી 1-1થી સમાપ્ત કરવા ઉત્સુક હશે. પીચની સ્થિતિ અને ભારતનો ઘરઆંગણેનો રેકોર્ડ ધ્યાનમાં લઈએ તો રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ પાસે પુનરાગમનની સારી તક છે.આ મેચમાં થોડા સેશન ટાઈમિંગમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે – પહેલા ચાનો વિરામ અને ત્યારબાદ લંચ લેવામાં આવશે.ગુવાહાટીવાસીઓ અને ક્રિકેટપ્રેમીઓ માટે આ ઐતિહાસિક અવસર છે – નોર્થ-ઈસ્ટનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ પહેલી વાર ટેસ્ટ ક્રિકેટની યજમાની કરશે!




















