logo-img
Know What I Stands For Iphone

iPhoneમાં i શું છે? : આઈફોન વાપરતા હશો તો પણ આ વાત તો ખબર નહીં જ હોય...

iPhoneમાં i શું છે?
Published by: Offbeat Team
| Last Updated: Jan 18, 2025, 04:29 PM IST

એપલની પ્રોડક્ટ્સ ખૂબ જ લોકપ્રિય છે.આઈફોન, આઈપેડથી માંડીને આઈવૉચ આવે છે. આઇફોન વિશ્વના શ્રેષ્ઠ ફોનમાંથી એક માનવામાં આવે છે. તેના નામની જેમ તેની ડિઝાઇન અને ફીચર્સ પણ અલગ છે. તેનો ક્રેઝ આખી દુનિયામાં જોવા મળી રહ્યો છે. મોટા ભાગના લોકો તેને પસંદ કરે છે અને તેને ખરીદવા માંગે છે. iPhone ની સાથે Apple અન્ય કેટલીક પ્રોડક્ટ્સ પણ બનાવે છે જેમ કે iPad અને iMac વગેરે. પરંતુ, આ Apple ઉત્પાદનોમાં એક વસ્તુ સમાન છે અને તે છે 'i'. શું તમે જાણો છો કે એપલ પ્રોડક્ટ્સમાં 'i' શા માટે છે અને તેનો અર્થ શું છે? ચાલો તમને તેના વિશે વિગતવાર જણાવીએ.

અનેક વર્ષો પહેલા એપલના કો-ફાઉન્ડર સ્ટીવ જોબ્સે જણાવ્યું હતું કે, તેમના પ્રોડક્ટમાં i નો અર્થ ઈન્ટરનેટ છે. જો ડૉટ-કોમ બૂમ દરમિયાન વેબના વધતા પ્રભાવને દર્શાવે છે. જોબ્સે એ સમયે એવું પણ કહ્યું હતું કે, i નો અર્થ ઈન્ડિવિડ્યુઅલ, ઈન્ફોર્મ અને ઈન્સ્પાયર પણ થઈ શકે છે. હવે એપલના નવીનતમ iPhone 16 અને iOS 18 સાથે, "i" નો અર્થ "બુદ્ધિ" બની ગયો છે. આઇફોન 16 સીરીઝ સાથે, કંપની તેના વપરાશકર્તાઓને Apple ઇન્ટેલિજન્સ ફીચર્સ પણ ઓફર કરી રહી છે.

એપલની પ્રોડક્ટ્સ નવી ટેકનોલોજી, પ્રભાવશાળી ડિઝાઇન અને વપરાશકર્તા મૈત્રીક સુવિધાઓ માટે જાણીતી છે. iPhone, iPad, MacBooks અને Apple Watch જેવી પ્રોડક્ટ્સ વ્યાપકપણે પોપ્યુલર છે. Apple સતત નવા ઇનોવેટિવ ફિચર્સ સાથે પોતાના ઉત્પાદનોને અપડેટ કરે છે. આ પ્રોડક્ટ્સનો ઉપયોગ લોકો માટે સરળ અને અસરકારક બનાવવાનો ઉદ્દેશ છે. Appleની દરેક પ્રોડક્ટમાં સિક્યુરિટી અને પ્રાઇવસી પ્રોટેકશનનો ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now