logo-img
Kia Carens Clavis New Variant Has Great Features Strong Looks

Kia એ Carens Clavis નું નવું વેરિઅન્ટ કર્યું લોન્ચ! : જાણો કારના શાનદાર ફીચર્સ, દમદાર લુક્સ અને કિંમત વિશે

Kia એ Carens Clavis નું નવું વેરિઅન્ટ કર્યું લોન્ચ!
Published by: Offbeat Team
| Last Updated: Oct 10, 2025, 11:31 AM IST

ભારતીય બજારમાં ગ્રાહકોની વધતી માંગને ધ્યાનમાં રાખીને, કિયા ઇન્ડિયાએ તેની લોકપ્રિય MPV, Carens Clavis માં એક નવું વેરિઅન્ટ, HTX (O) ઉમેર્યું છે. કિયા ઇન્ડિયાના સેલ્સ અને માર્કેટિંગ હેડ અતુલ સૂદે જણાવ્યું હતું કે,"Carens Clavis ને સતત સુધારવાનો અમારો ઉદ્દેશ્ય છે. નવા HTX (O) અને 6-સીટર વર્ઝન સાથે, ગ્રાહકો પાસે હવે વધુ કસ્ટમાઇઝેશન અને વેરિઅન્ટ વિકલ્પો હશે."

નવા HTX (O) વેરિઅન્ટના શાનદાર ફીચર્સ

કિયાએ Carens Clavis ના નવા HTX (O) વેરિઅન્ટમાં ઘણા પ્રીમિયમ ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જે અગાઉ ફક્ત ટોપ-સ્પેક મોડલ્સમાં ઉપલબ્ધ હતી. આમાં 8-સ્પીકર Bose સાઉન્ડ સિસ્ટમ, Drive Mode Select (Eco, Normal, Sport), Remote Engine Start, અને ઓટો હોલ્ડ સાથે ઇલેક્ટ્રિક પાર્કિંગ બ્રેકનો સમાવેશ થાય છે. આ ફીચર્સ Carens Clavis ને વધુ લક્ઝરી અને ટેકનોલોજી-ફ્રેંડલી MPV બનાવે છે.

કિંમત અને વેરિઅન્ટ

Kia Carens Clavis ના નવા વેરિઅન્ટની કિંમત ₹16.15 લાખ અને ₹19.05 લાખ (એક્સ-શોરૂમ) ની વચ્ચે છે. નવું HTX (O) વર્ઝન કંપનીના ટોપના મોડલ HTX+ ની નીચે સ્થિત છે અને આ કાર 6-સીટર અને 7-સીટર બંને લેઆઉટમાં ઉપલબ્ધ છે. આ વેરિઅન્ટ 1.5-લિટર ટર્બોચાર્જ્ડ સ્માર્ટસ્ટ્રીમ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 7-સ્પીડ DCT ગિયરબોક્સ સાથે જોડાયેલ છે. આ પાવરટ્રેન માત્ર સ્મૂધ ડ્રાઇવિંગનો અનુભવ નથી પરંતુ, માઇલેજ પણ વધુ આપે છે. આ વેરિઅન્ટ્સનું વેચાણ 13 ઓક્ટોબર, 2025 થી તમામ કિયા ડીલરશીપ પર શરૂ થશે.

ત્રણ એન્જિન ઓપ્શન

Carens Clavis લાઇનઅપ ગ્રાહકોને ત્રણ એન્જિન ઓપ્શન આપે છે. 1.5L નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ, 1.5L ટર્બોચાર્જ્ડ પેટ્રોલ અને 1.5L ડીઝલ. કંપની કહે છે કે, આ MPV ખાસ કરીને શહેરી ડ્રાઇવ અને લોંગ હાઇવે ટ્રિપ બંને માટે પરફેક્ટ પર્ફોર્મન્સ આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.

ઇન્ટિરિયર

Carens Clavis ના ઇન્ટિરિયરને વધુ પ્રીમિયમ બનાવવામાં આવ્યો છે. તેમાં હવે 26.6 ઇંચની ડ્યુઅલ પેનોરેમિક ડિસ્પ્લે, 64-કલર એમ્બિયન્ટ લાઇટિંગ અને ટચ-સ્વેપ ઇન્ફોટેનમેન્ટ-ક્લાઇમેટ કંટ્રોલ સિસ્ટમનો સમાવેશ થાય છે. ફીચર્સ માટે, બીજી-રોની સ્લાઇડિંગ અને રિક્લાઇનિંગ સીટ, ત્રીજી-રોમાં સરળ પ્રવેશ અને પ્રીમિયમ લેધર-ફિનિશ્ડ ઇન્ટિરિયર જેવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. આ બધા ફેરફારો Carens Clavis ને ફેમિલી કારથી બિઝનેસ-ક્લાસ MPV માં બનાવે છે. Kia Carens Clavis HTX (O) એવા ગ્રાહકો માટે એક શ્રેષ્ઠ ઓપ્શન છે જે લક્ઝરી, વ્યવહારિકતા અને પર્ફોર્મન્સ ઇચ્છે છે. 6-સીટર કન્ફિગરેશન, Bose સાઉન્ડ સિસ્ટમ અને અદ્યતન ડ્રાઇવિંગ મોડ્સ જેવા ફીચર્સ તેને તેના સેગમેન્ટમાં શ્રેષ્ઠ MPV બનાવે છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now