રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે પોતાની 48મી વાર્ષિક સામાન્ય સભા (AGM) દરમિયાન ટેકનોલોજી જગતમાં મોટું પગલું ભર્યું છે. કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આકાશ અંબાણીએ નવા AI આધારિત સ્માર્ટ ગ્લાસ "Jio Frames" રજૂ કર્યા.
Meta Ray-Ban Glassesને ટક્કર આપશે Jio Frames
રિપોર્ટ્સ અનુસાર, આ સ્માર્ટ ચશ્મા સીધી ટક્કર આપશે Meta Ray-Ban Glasses ને. રિલાયન્સનો દાવો છે કે આ સ્માર્ટ ગ્લાસ ખાસ કરીને ભારતીય વપરાશકર્તાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યો છે.
Jio Framesના ફીચર્સ
હેન્ડ્સ-ફ્રી AI સાથી તરીકે કામ કરશે
HD ફોટો અને વિડિઓ રેકોર્ડિંગ કરી શકશે
સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગની સુવિધા
તમામ ફોટો-વિડિઓ આપમેળે Jio AI ક્લાઉડમાં સેવ થશે
બિલ્ટ-ઇન ઓપન-ઈયર સ્પીકર્સ – મીટિંગ, સંગીત, પોડકાસ્ટ અને કૉલ માટે ઉપયોગી
અનેક ભારતીય ભાષાઓનું સપોર્ટ
આકાશ અંબાણીનું નિવેદન
આકાશ અંબાણીએ જણાવ્યું કે Jio Frames માત્ર એક ગેજેટ નથી, પરંતુ એક સ્માર્ટ AI સાથી છે જે ભારત જેવા દેશ માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેનો હેતુ લોકોના દૈનિક જીવન અને કામને વધુ સરળ અને સ્માર્ટ બનાવવાનો છે.