IND vs SA 2nd Test Day 1 Highlights: ગુવાહાટીમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસનો અંત આવ્યો છે. જેમા સૌપ્રથમ સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ દિવસનો અંત 8.1 ઓવર વહેલા કરવામાં આવ્યો છે. ભારતના સ્પિનરોએ ધીમે ધીમે મેચમાં પેસ પકડી છે.
SA ની ઇનિંગ્સ
સાઉથ આફ્રિકાની શરૂઆત શાનદાર રહી હતી જેમા એડન માર્કરમ અને રાયન રિકલ્ટને 50+ ની ભાગીદારી કરી અને પ્રથમ વિકેટ માટે 82 રનની ભાગીદારી સર્જાઈ હતી. જેમા એડન માર્કરમ 81 બોલમાં 38 રન અને રાયન રિકલ્ટ 82 બોલમાં 35 રન ફટકાર્યા. 27 મી ઓવરના પાંચમા બોલે જસપ્રીત બૂમરાહે એડન માર્કરમને બોલ્ડ કર્યો. અને ટી બ્રેક સુધી સાઉથ આફ્રિકાનો સ્કોર 82 રનમાં 1 વિકેટ ગુમાવી હતી. ટી બ્રેક પછી કુલદીપ યાદવે રાયન રિકલ્ટનને આઉટ કર્યો.
ટેમ્બા બાવુમા–ટ્રિસ્ટન સ્ટબ્સનો કન્ટ્રોલ
ટેમ્બા બાવુમા 92 બોલમાં 41 રન અને ટ્રિસ્ટન સ્ટબસના 112 બોલમાં 49 રન ફટકાર્યા. બંનેની વચ્ચે 84 રનની ભાગીદારી થઈ હતી. જેમા ટ્રિસ્ટન સ્ટબ્સે કુલદીપ યાદવની બોલ પર મેચની પહેલી સિક્સ ફટકારી. ટેમ્બા બાવુમાની કોણી પર સિરાજની બોલ વાગતાં ચેકિંગ માટે ફિઝિયો આવ્યો.
સ્ટમ્પ્સ સુધીમાં સાઉથ આફ્રિકા 247/6
લંચ બ્રેક સુધીમાં ટેમ્બા બાવુમા અને ટ્રિસ્ટન સ્ટબ્સની 50+ ભાગીદારી પૂરી થઈ ગઈ હતી. લંચ બ્રેક પછી રવીન્દ્ર જાડેજાએ ટેમ્બા બાવુમાને આઉટ કરીને ટેમ્બા બાવુમા–ટ્રિસ્ટન સ્ટબ્સની 84 રનની પાર્ટનરશીપ તોડી. ટ્રિસ્ટન સ્ટબ્સ 49 પર સ્લિપમાં KL Rahul ના હાથે કેચ આઉટ થયો. અને 201 રન પર મુલ્ડર પણ 13 પર કુલદીપ યાદવની જ બોલ પર આઉટ થયો. અને સાઉથ આફ્રિકા 201 રનમાં 5 વિકેટ ગુમાવી ચૂક્યું હતું. સિરાજે 59 બોલમાં 28 રન ફટકારનાર ટોની ડી જ્યોર્જીને આઉટ કર્યો. અંતે મુથુસામી (25) અને વેરેન (1) નોટઆઉટ રહી સ્ટમ્પ્સ સુધી રમ્યા.
ભારતના બોલર કોનું કેવું પ્રદર્શન?
કુલદીપ યાદવે 3 વિકેટ લઈને સાઉથ આફ્રિકાના મિડલ ઓર્ડરને તોડ્યું. રવીન્દ્ર જાડેજાની 1 વિકેટ છે, જેમા મહત્વપૂર્ણ ટેમ્બા બાવુમાની વિકેટ છે. જસપ્રીત બુમરાહની 1 વિકેટ એડન માર્કરમને ક્લાસિક ઇનસ્વિંગથી બોલ્ડ કર્યો. સિરાજે અંતમાં 1 વિકેટ લીધી ટોની ડી જ્યોર્જીની.
બંને ટીમોની પ્લેઇંગ-11
ઈન્ડિયા: રિષભ પંત (c/wk), યશસ્વી જયસ્વાલ, કે. એલ રાહુલ, સાઈ સુદર્શન, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જૂરેલ, વોશિંગ્ટન સુંદર, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
સાઉથ આફ્રિકા: ટેમ્બા બાવુમા (કેપ્ટન), એડન માર્કરમ, રેયાન રિકલ્ટન, વિયાન મુલ્ડર, ટોની ડી જ્યોર્જી, ટ્રિસ્ટન સ્ટબ્સ, કાયલ વેરેન (વિકેટકીપર), માર્કો યાન્સેન, સેનુરન મુથુસામી, સિમોન હાર્મર અને કેશવ મહારાજ.




















